Ahmedabad: ઝાયડસ બ્રિજ પાસે રખડતા ઢોરને લીધે અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત, ઢોર પકડવા કોર્પોરેશન દોડાવી રહ્યું છે ટીમ
અમદાવાદમાં હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ અમદાવાદમાં રખડતા પશુઓનો (Stray cattle) ત્રાસ અટકાવવા કોર્પોરેશન આકરા પાણીએ છે. શહેરના વિવિધ રસ્તા પર તંત્રએ રાઉન્ડ ધ ક્લોક ટીમો દોડાવીને રખડતા ઢોર પકડયા છે. કોર્પોરેશને સાત ટીમો બનાવી સતત ત્રીજા દિવસે 100થી વધુ ઢોર પકડીને ઢોરવાડામાં પૂર્યા છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં રખડતા ઢોરનો (Stray cattle) ત્રાસ યથાવત રહ્યો છે રસ્તા ઉપર ઢોર આવી જતા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. એસજી હાઇવે ઉપર ઝાયડસ બ્રિજ પાસે રસ્તા પર અચાનક ભેંસ આવી જતા ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે. તો બીજી તરફ અકસ્માત (Accident) બાદ લોકોમાં રોષ ફેલાયો છે અને આ રખડતી રંજાડથી ક્યારે રાહત મળશે તેવા સવાલ કરી રહ્યા છે.
જોકે અમદાવાદમાં હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ અમદાવાદમાં રખડતા પશુઓનો (Stray cattle) ત્રાસ અટકાવવા કોર્પોરેશન આકરા પાણીએ છે. શહેરના વિવિધ રસ્તા પર તંત્રએ રાઉન્ડ ધ ક્લોક ટીમો દોડાવીને રખડતા ઢોર પકડયા છે. કોર્પોરેશને સાત ટીમો બનાવી સતત ત્રીજા દિવસે 100થી વધુ ઢોર પકડીને ઢોરવાડામાં પૂર્યા છે. જયારે ખુલ્લામાં પશુઓને મુકવા બદલ 72 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમની પણ મદદ લેવાઈ છે. રાજય સરકારની સૂચના મુજબ પકડેલા પશુઓને 3 માસ સુધી છોડવામાં આવશે નહીં. છેલ્લા 3 દિવસમાં શહેરમાંથી 540થી વધુ ઢોર પકડાયા છે..જો કે રખડતા પશુ પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો કરનારની પોલીસે ધરપકડ કરી છે.
AMCની કામગીરી બાદ રસ્તા પર રખડતા ઢોરની સંખ્યામાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે કારણકે AMC દ્વારા રસ્તા પર રખડતા ઢોર અને ઢોર છૂટા મુકનાર પશુમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી AMCએ 297 જેટલા ઢોર પકડ્યાં છે. છેલ્લા 3 દિવસમાં AMCના CNCD વિભાગે 297 ઢોર પકડ્યાં છે. સાથે સાથે રસ્તા પર ઢોર છૂટા મુકનાર 60થી વધુ પશુપાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે 1,751 કિલો ઘાસચારો, 12 લોકોની પેડલ રિક્ષા જપ્ત કરવામાં આવી છે. તો AMCએ 7 ઝોનમાં ઢોર પકડવા માટે 21 ટીમ મેદાને ઉતારી છે 21 ટીમ ત્રણ શિફ્ટમાં ચોવીસ કલાક કામ કરી રહી છે.