વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ચર્ચા દરમિયાન સતત દલીલો કરી રહેલા જિજ્ઞેશ મેવાણીને ગૃહમાંથી  બહાર કાઢી મુકાયા- VIDEO

ગુજરાત વિધાનસભામાં ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. ગૃહની કાર્યવાહી દરમિયાન તાકીદની અગત્યની બાબતમાં ડ્રગ્સ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચા શરૂ થતા જ વિપક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એકબાદ એક સવાલોનો મારો ચલાવ્યો અને સતત દલીલો કરતા અધ્યક્ષે તેમને નિયમ 51 મુજબ ગૃહમાંથી બહાર લઈ જવાનો આદેશ કર્યો હતો અને તેમને બહાર મોકલી દેવાયા હતા.

Narendra Rathod
| Edited By: | Updated on: Aug 23, 2024 | 1:58 PM

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. ગૃહની કાર્યવાહી શરૂ થતા હર્ષ સંઘવી ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે સરકારની કામગીરીની જાણકારી આપવા ઉભા થયા હતા. ડ્રગ્સ મુદ્દે ચર્ચા શરૂ થતા જ વિપક્ષી ધારાસભ્યોએ કાગારોળ મચાવી દીધી હતી.  હર્ષ સંઘવીએ વિપક્ષના ધારાસભ્યોને અપીલ કરી કે રાજ્યના યુવાનો માટે અને ગૃહરાજ્યમંત્રી તરીકે વિપક્ષના નેતાના સવાલોનો જવાબ આપવા આવ્યો છુ. ડ્રગ્સ મુદ્દે હું તમામ પ્રશ્નોનો જવાબ આપવા બંધાયેલો છુ. સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે અને દરેક વિપક્ષી ધારાસભ્યોના સવાલોનો જવાબ આપવા બંધાયેલો છે. આવી ખાતરી આપવા છતા વિપક્ષી ધારાસભ્યોએ સવાલો અને દલીલોનો મારો ચાલુ રાખ્યો હતો.

નિયમ 51 મુજબ જિજ્ઞેશ મેવાણીને ગૃહ માથી બહાર કઢાયા

ગૃહરાજ્યમંત્રી જાણકારી આપી રહ્યા હતા એ સમયે જ જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ ડ્રગ્સ અંગે સવાલોનો મારો ચાવ્યો અને તમામ પોતાની જગ્યા પરથી ઉભા થઈ ગયા. આ દરમિયાન અધ્યક્ષે તેમને શાંત રહેવા પણ જણાવ્યુ હતુ. પરંતુ જિજ્ઞેશ મેવાણીએ સતત દલીલો ચાલુ રાખી હતી અને સતત સવાલો કરી રહ્યા હતા. અનેકવાર રોકવા છતા જિજ્ઞેશ મેવાણી ન અટક્તા અધ્યક્ષે ગૃહના સાર્જન્ટને જિજ્ઞેશ મેવાણીને બહાર લઈ જવાનો આદેશ આપ્યો હતો. નિયમ 51 મુજબ જિજ્ઞેશ મેવાણીને ગૃહમાંથી બહાર તગેડી મુકવાનો આદેશ કરાયો હતો.

“ડ્રગ્સની ચર્ચા ના થાય તે માટે કોંગ્રેસ અન્ય ચર્ચા કરવા માંગતી હતી”

જિજ્ઞેશ મેવાણીના ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા વર્તન અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગૃહ ન ચાલે તે માટે જાણી જોઈને પ્રયત્ન કરવામાં આવ્યો છે. ડ્રગ્સની ચર્ચા ના થાય તે માટે કોંગ્રેસ અન્ય ચર્ચા કરવા માગતી નથી. તેમણે કોંગ3ેસ પર મોતના નામે રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો અને કહ્યુ કે કોંગ્રેસ નાના બાળકોના નામે રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો