Jamnagar: જામનગર ખંભાળિયાના નવતનપુરી ધામથી 3 સગીર ગુમ, 2 સિક્કીમ અને 1 નેપાળનો કિશોર, જુઓ Video
જામનગરના ખંભાળિયામાં આવેલા નવતનપુરી ધામથી ત્રણ સગીર ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ત્રણેય સગીર ગત 28 ઓગષ્ટથી ગૂમ થઈ ગયા છે. આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસે ત્રણેય સગીર ગુમ હોવા અંગે અપહરણ કરવામાં આવ્યુ હોવાનુ સગીર હોવાને ધ્યાને રાખીને ફરીયાદ નોંધવામાં આવી છે.
જામનગરના ખંભાળિયામાં આવેલા નવતનપુરી ધામથી ત્રણ સગીર ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ત્રણેય સગીર ગત 28 ઓગષ્ટથી ગૂમ થઈ ગયા છે. આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસે ત્રણેય સગીર ગુમ હોવા અંગે અપહરણ કરવામાં આવ્યુ હોવાનુ સગીર હોવાને ધ્યાને રાખીને ફરીયાદ નોંધવામાં આવી છે. ખીજડા મંદીર ટ્રસ્ટના પરિસરમાંથી કિશોર ગુમ થયા બાદ સ્થાનિક વિસ્તારમાં શોધખોળ હાથ ધરવા તેમનો કોઈ જ પત્તો લાગ્યો નથી.
ગુમ થયેલા કિશોરોમાં એક નેપાળનો અને બે સિક્કીમના હતા. ત્રણેય બાળકોની ઉંમર માત્ર દશથી બાર વર્ષ છે. ત્રણેય બાળકો મંદિર પરિસરમાં રહીને અભ્યાસ કરતા હતા. આ દરમિયાન ગત સોમવારે ગુમ થયા બાદ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસે હવે તપાસ શરુ કરી છે અને બાળકોની ભાળ મેળવવા માટે જામનગર પોલીસે કમર કસી દીધી છે. બાળકો પોતાના વતન પરત પહોંચ્યા છે કે, કેમ એ દિશામાં પણ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ Shamlaji: શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી, ભગવાનને સોનાની રાખડી અર્પણ કરાઈ