Surat : જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન, મોટી સંખ્યામાં જૈન સમાજે એકઠા થઈ નોંધાવ્યો વિરોધ
સુરતના પીપલોદ વિસ્તારમાંથી મહારેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલીમાં જોડાયા અને વિરોધ નોંધાવ્યો.
પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માગ સાથે જૈન સમાજની ઠેર- ઠેર રેલી યોજાઈ રહી છે, ત્યારે સુરતમાં જૈન સમાજ દ્વારા પાલીતાણામાં દબાણ અને મંદિરમાં તોડફોડને લઇને જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
શિખરને પર્યટન નહીં પવિત્ર સ્થળ જાહેર કરવાની માગ
મહત્વનું છે કે, પાલિતાણામાં ગેરકાયદે ખનનના કારણે મંદિરને નુકસાન થઇ રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આજે સુરતના પીપલોદ વિસ્તારમાંથી મહારેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલીમાં જોડાયા અને વિરોધ નોંધાવ્યો. ઝારખંડમાં આવેલા સમ્મેદ શિખરને પર્યટન સ્થળ બનાવવા મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમ્મેદ શિખરને પર્યટન નહીં પવિત્ર સ્થળ જાહેર કરવાની માગ કરવામાં આવી રહી છે.
તો આ તરફ પાલિતાણાના શેત્રુજંય મહાતીર્થ બચાવવાની માગ સાથે જૈન સમાજની ઠેર ઠેર રેલી યોજાઈ રહી છે. સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આક્રોશને પગલે પાલીતાણા ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે, સરકારે સ્પેશિયલ પોલીસ ટીમ બનાવાઈ છે.