રાજકોટ-અમદાવાદ વચ્ચે શરુ થશે હવાઇ સેવા, 31 માર્ચથી ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભરશે, જુઓ Video
ઇન્ડિગોની ફલાઇટ દ્વારા 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ કરવામાં આવશે. આ ફલાઇ્ટ રાજકોટ હીરાસર એરપોર્ટથી સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરશે.
રાજકોટ અને અમદાવાદ વચ્ચે કાયમી અવરજવર કરતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ સેવા શરુ કરવામાં આવશે. 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે આ હવાઇ સેવા શરુ થવા જઇ રહી છે.
ઇન્ડિગોની ફલાઇટ દ્વારા 31 માર્ચથી રાજકોટ-અમદાવાદ વચ્ચે ફલાઇટ શરૂ કરવામાં આવશે. આ ફલાઇ્ટ રાજકોટ હીરાસર એરપોર્ટથી સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરશે.આ ફલાઇટની ટિકિટના ભાવ 3160 રુપિયાની આસપાસના રહે તેવી શકયતા છે.
આ પણ વાંચો- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે સરકાર ખરીદશે ઘઉં, બાજરી, મકાઇ, જુવાર, જાણો શું ભાવે ખરીદશે
આ ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ રાજકોટ-અમદાવાદ વચ્ચે ઉડાન ભરશે.રાજકોટ એરપોર્ટ પરથી આ ફ્લાઇટ બપોરે 3.50 વાગ્યે ટેક ઓફ થશે અને અમદાવાદથી આ ફલાઇટ બપોરે 2.35 વાગ્યે ટેકઓફ થશે. રાજકોટનું હીરાસર એરપોર્ટ એ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. જો કે હજુ સુધી ઇન્ટરનેશનલ હવાઇ સેવાઓ હજુ શરુ થઇ નથી, ત્યારે અહીંથી વિદેશ પ્રવાસે જનારા લોકો અમદાવાદ પહોંચીને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડી શકશે.
(With Input-Ronak Majithia)