રાજકોટ વીડિયો : હાર્ટ એટેકનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 5 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત

રાજકોટ વીડિયો : હાર્ટ એટેકનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 5 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત

Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 25, 2024 | 11:17 AM

રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી નાની વયનો લોકોના પણ હાર્ટ એટેકથી મોત થઈ રહ્યાં છે. ત્યારે હાર્ટ એટેકનો હાહાકાર ફરી એક વાર રાજકોટમાં જોવા મળ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત નિપજ્યાં છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 5 વ્યક્તિઓના મોત થયાની ઘટના બની છે. જેમાં 22 વર્ષથી લઇને 51 વર્ષ સુધીની વયના લોકોના મોત થયા છે. રાજકોટમાં 22 વર્ષીય અજય સોલંકી નામના યુવકનું મોત થયુ છે.

તેમજ આસ્થા સોસાયટીમાં રહેતા 35વર્ષીય સુર્યદીપસિંહ જાડેજાનું હાર્ટએટેકથી મોત થયુ છે. બીજી તરફ માયાણી નગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણનું મોત થયુ છે. આ તરફ બાબરીયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસા જાડેજાનું પણ મોત હાર્ટ એટેકથી મોત થયુ છે. આ ઉપરાંત રાજકોટ જેલમાં બંધ અંજારના કેદી 55 વર્ષીય હરી લોચાણીનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">