અમદાવાદમાં બન્ટી બબલીએ અનેક લોકોને લગાવ્યો ચૂનો, દુબઈમાં ધંધામાં રોકાણ કરવાના બહાને પૈસા પડાવી નાસી છુટ્યા – Video

|

Dec 10, 2024 | 10:15 PM

અમદાવાદમાં બન્ટી બબલીએ અનેક લોકોને ચૂનો લગાવ્યો છે. દુબઈમાં ધંધામાં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે. લોકોના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી અને પર્સનલ લોન લઈ બંને ફરાર થઈ ગયા છે. પોલીસે પંજાબથી પતિ પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના EOW પોલીસ મથકમાં રોકાણકારોએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે પંજાબથી પતિ પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં રહેતા સૌરીન પટેલ અને તેમના પત્ની અક્ષીતા પટેલ દ્વારા વર્ષ 2021 માં એન્જલ ફિન્ટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. જે બાદ તેઓએ અલગ અલગ લોકોનો સંપર્ક કરી તેમને દુબઈમાં ધંધામાં રોકાણ કરવાનું કહી ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપી હતી. જેથી ઘણા બધા લોકોએ પોતાની મૂડી આ બંટી બબલીની લાલચમાં આવી અને રોકાણ કરી હતી.

જોકે શરૂઆતમાં આ પતિ પત્ની રોકાણકારોને યોગ્ય વળતર આપતા હતા, જે બાદ રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દેતા તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું ખ્યાલ આવ્યો હતો અને રોકાણકારોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી સૌરિન પટેલ અને અક્ષીતા પટેલની પંજાબથી ધરપકડ કરી છે. આ બંને વિરુદ્ધ 15 જેટલા ફરિયાદીઓએ ફરિયાદ નોંધાવી અને ત્રણ કરોડ પચાસ લાખથી વધુની રકમની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ અને બંટી બબલીની પૂછપરછમાં સામે આવ્યું કે આ બંટી બબલી લોકોનો સંપર્ક કરી તેમનું આધારકાર્ડ અને પાનકાર્ડ માંગતા હતા, જેના આધારે તેઓ તેમના બેન્ક એકાઉન્ટ માંથી ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરાવતા હતા. જે ક્રેડિટ કાર્ડની રકમ પોતે રાખતા હતા અને તેના બદલામાં જે તે વ્યક્તિને 10% વળતર આપતા હતા. શરૂઆતના સમયમાં ક્રેડિટ કાર્ડમાં યોગ્ય રીતે પેમેન્ટ કરતા અને ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરાવતા હતા ક્રેડિટ કાર્ડની લિમિટ વધતા આખરે મોટી રકમ ક્રેડિટ કાર્ડ માંથી ઉપાડી તેઓ ભરપાઈ કરતા નહીં, તો અમુક લોકોના બેંક એકાઉન્ટ્સ અને ક્રેડિટ માંથી તેઓ દ્વારા પર્સનલ લોન પણ મેળવી હતી. આ તમામ રૂપિયાઓ પોતે દુબઈના ધંધામાં રોકતા હોવાનું રોકાણકારોને જણાવતા હતા.

પહેલા સેક્સ, પછી લગ્ન ! ભારતના આ ગામમાં અજીબો-ગરીબ પરંપરા
ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી

પોલીસની પ્રાથમિક તપાસમાં સૌરીન અને અક્ષીતા દ્વારા આચરેલા કૌભાંડમાં અંદાજિત 40 જેટલા લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે. બંને પતિ પત્નીએ ત્રણ વર્ષ સુધી લોકોના ક્રેડિટ કાર્ડ માંથી પૈસા મેળવતા રહ્યા અને આખરે જાન્યુઆરી 2024 માં તેઓ અમદાવાદ છોડી નાસી ગયા હતા. બંટી બબલી અમદાવાદથી પંજાબ ખાતે રહેવા લાગ્યા હતા અને ત્યાં સૌરીન કાર ડ્રાઇવિંગ કરતો હતો તેમજ પત્ની અક્ષીતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાનું પોલીસને જાણ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

હાલ તો પોલીસે ભોગ બનનાર 15 જેટલા લોકોની ફરિયાદ નોંધી છે, જેમાં 3.50 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સૌરીન અને અક્ષીતા દ્વારા અન્ય કોઈ લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવી હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે, તેમજ પોલીસે સૌરીન અને અક્ષીતાની ધરપકડ કરી લોકોના રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા છે તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:59 pm, Tue, 10 December 24

Next Article