Harni Boat Tragedy: SITએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ બે અધિકારીઓની કરી પૂછપરછ, જુઓ Video

Harni Boat Tragedy: SITએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ બે અધિકારીઓની કરી પૂછપરછ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 10:51 AM

વડોદરાના હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાના કેસમાં SITએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ બે અધિકારીઓની પૂછપરછ કરી છે. SITએ કોર્પોરેશનના આ બંને અધિકારીની લગભગ 5 કલાક સુધી પુછપરછ કરી હતી.તો આ બંનેની પુછપરછ માટે તેમને ફરીથી બોલાવવામાં આવશે.

વડોદરાના હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાના કેસમાં SITએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ બે અધિકારીઓની પૂછપરછ કરી છે. SITએ કોર્પોરેશનના આ બંને અધિકારીની લગભગ 5 કલાક સુધી પુછપરછ કરી હતી તો આ બંનેની પુછપરછ માટે તેમને ફરીથી બોલાવવામાં આવશે.

વડોદરાના હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાના કેસમાં SITએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ અધિકારી મિતેશ માળી અને જીગર સયાનિયાની 5 કલાક સુધી પૂછપરછ કરી છે. SITએ આ બંનેને નિયમિત ચેકિંગ કરવાની ફરજ અંગે સવાલો પૂછ્યા હતા. બંને પૂર્વ કર્મચારીઓએ જે કેફિયત આપી છે તેની તપાસ કરાશે. બંને પૂર્વ કર્મચારીઓને પુનઃ વધુ પૂછપરછ માટે SIT બોલાવશે.

હરણી દુર્ઘટના બાદ અધિકારીઓને નોટિસ

વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસને લઇને કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. બેદરકારી દાખવવા બદલ 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઈજનેર સહિત 6 ઈજનેરોને નોટિસ ફટકારવામાં આવી છે. 7 દિવસમાં જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વડોદરા કોર્પોરેશને બેદરકારી દાખવવા બદલ કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ, પરેશ પટેલ (કાર્યપાલક ઇજનેર), જીજ્ઞેશ શાહ(નાયબ ઇજનેર), મુકેશ અજમેરી (નાયબ ઇજનેર), મિતેષ માળી, જીગર સયારિયાને નોટિસ આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">