Gujarati Video : વલસાડના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા

Gujarati Video : વલસાડના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા

Mihir Soni
| Edited By: | Updated on: Jul 01, 2023 | 7:52 PM

વલસાડ જિલ્લામા ધોધમાર વરસાદે તંત્રની પોલ ખુલી દીધી છે. જેમાં સીઝનના પ્રથમ વરસાદમાં મિશન કોલોની રુબી એપાર્ટમેન્ટ, પીચિંગ અને કાશમીરનગર માં વરસાદી પાણી ફરી વળ્યાં.

Valsad : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડના અનેક નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. જેના લીધે રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

વલસાડ જિલ્લામા ધોધમાર વરસાદે તંત્રની પોલ ખુલી દીધી છે. જેમાં સીઝનના પ્રથમ વરસાદમાં મિશન કોલોની રુબી એપાર્ટમેન્ટ, પીચિંગ અને કાશમીરનગર માં વરસાદી પાણી ફરી વળ્યાં.

મિશન કોલીનીના રુબી એપાર્ટમેન્ટમાં ઘરમાં પાણી ભરાતા ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું કે પાણીના નિકાલ માટે નગરપાલિકાને જાણ કરીને પંપિંગથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સીઝન પહેલા વરસાદમાં નગરપાલિકાની પોલ ખુલતા છતાં તંત્ર સજ્જ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">