Ahmedabad: એસ્ટેટ અને ટેક્સ ખાતાનો મહત્વનો નિર્ણય, કોઈપણ મિલકતને BU Permission આપતા પહેલા ટેક્સ ખાતાની NOC ફરજિયાત

Ahmedabad: એસ્ટેટ અને ટેક્સ વિભાગ દ્વારા BU પરમિશનને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. કોઈપણ મિલકતને BU Permission આપતા પહેલા ટેક્સ ખાતાની NOC ફરજિયાત કરાઈ છે. GPMC એક્ટની જોગવાઈ અનુસાર મિલકતની ટેક્સની આકારણી કરાશે.

Ahmedabad: એસ્ટેટ અને ટેક્સ ખાતાનો મહત્વનો નિર્ણય, કોઈપણ મિલકતને BU Permission આપતા પહેલા ટેક્સ ખાતાની NOC ફરજિયાત
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 01, 2023 | 6:53 PM

Ahmedabad: એસ્ટેટ તથા ટેક્સ ખાતા દ્વારા મિલક્તની BU Permissionને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈપણ મિલકતને BU Permission આપતા પહેલા ટેક્સ ખાતાની NOC ફરજિયાત કરાઈ છે. GPMC ACT ની જોગવાઇ અનુસાર મિલકતોની BU PERMISSION ની તારીખ અથવા મિલકતોનો ખરેખર વપરાશ શરૂ થયા તારીખ, તે બેમાથી જે વહેલુ હોય તે તારીખથી મિલકતની ટેક્સ આકારણી કરવાની થાય છે.

મિલકતની BU Permission માટે NOC ફરજિયાત

હાલમાં જે- તે ઝોનલ એસ્ટેટ ખાતા દ્વારા ઝોનમાં આપેલ BU PERMISSION ની નકલ જે-તે ઝોનના ટેક્સ ખાતામાં મોકલી આપવામાં આવે છે અને તેના અનુસંધાને ટેક્સ ખાતા દ્વારા જે-તે તારીખથી મિલકતની આકારણી કરવામાં આવે છે. આ ઉપરાંત જયારે કોઇ મિલકત તોડવાની પ્રક્રિયા (Demolition) કરવાની હોય ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતા પાસેથી રજાચીઠ્ઠી મેળવવાની હોય છે.

બાકી ટેક્સની ભરપાઈ થયા બાદ રજાચિઠ્ઠી મળવા પાત્ર

આ રજાચીઠ્ઠી આપતા પહેલા જે-તે ઝોનલ એસ્ટેટ ખાતા દ્વારા ઝોનલ ટેક્સ ખાતામાંથી No Due સર્ટિફિકેટ મંગાવવામાં આવે છે. તેમજ સદર No Due સર્ટિફિકેટ મળ્યા પછી રજાચીઠ્ઠી આપવામાં આવે છે. આ પ્રવર્તમાન પ્રક્રિયાને કારણે કોઇ પણ મિલકતનો બાકી ટેક્સ હોય તે સંપૂર્ણ ભરપાઇ થાય ત્યાર પછી મિલકતની રજાચિઠ્ઠી મળે છે અને બાંધકામ તોડવાની (Demolition) ની કાર્યવાહી હાથ ધરાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

BU Permission મળ્યા બાદ મિલક્તની નવેસરથી આકારણી કરવાનો નિયમ

ત્યાર પછી સદર જ્ગ્યા પર જ્યારે પણ નવું બાંધકામ પુર્ણ થાય અને BU PERMISSION મળે ત્યાર પછી ટેક્સની નવેસરથી આકારણી કરવામાં આવે છે. પરંતુ ઘણા કિસ્સામાં રજાચીઠ્ઠી મેળવ્યા પછી ઘણા સમય સુધી મિલકત ખુલ્લી જમીન તરીકે રહે છે. તેના પર બાંધકામ પૂર્ણ થતા ઘણો લાંબો સમય વ્યતિત થાય છે. સદર સમય દરમિયાન સદર જમીનની આકારણી NA OPEN LAND તરીકે થવા પાત્ર હોય છે. ત્યાર પછી જમીન પર બાંધકામ પૂર્ણ થયા બાદ જ્યારે BU PERMISSION મળે તે તારિખથી NA OPEN LAND નું બીલ કમી કરી BU PERMISSION ના આધારે બિલ આપવાનું થાય છે.

એસ્ટેટ ખાતા દ્વારા ફક્ત રજા ચિઠ્ઠી આપતા પહેલા ટેક્સ ખાતા પાસેથી NOC મેળવવી જરૂરી

એસ્ટેટ ખાતા દ્વારા ફક્ત રજા ચિઠ્ઠી આપતા પહેલા ટેક્સ ખાતા પાસેથી NOC મેળવવામાં આવે છે. પરંતુ BU PERMISSION આપતા પહેલા NOC મેળવવામાં આવતી નથી જેના કારણે વચગાળાના સમયનો NA OPEN LAND ના બિલની ભરપાઇ થતી નથી B મળ્યા પછી નવી આકારણી થાય ત્યારે NA OPEN LAND નુ બિલ ચાલુ રહે છે.જેના કારણે ટેક્સમાં ડુપ્લીકેશન થાય છે. આવા ડુપ્લીકેશન અટકાવવા માટે તેમજ પુરેપરો ટેક્સ સમયસર ભરાય તે માટે ટેક્સ ખાતા તથા એસ્ટેટ ખાતા દ્વારા સંયુક્ત નિર્ણય લેવામાં આવેલ છે, જે અંતર્ગત હવે પછી જેમ રજાચીઠ્ઠી આપતા પહેલા ટેક્સ ખાતાની NOC લેવાય તે રીતે BU PERMISSION આપતા પહેલા પણ જે તે ઝોનલ ટેક્ષ ખાતાની NOC લેવામા આવશે.

આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદમાં 10 કરોડની ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકાશે, અમિત શાહ પ્રારંભ કરાવશે

BU PERMISSIONના વચગાળાના સમય દરમિયાન NA OPEN PLOT પુરેપુરી રકમ ટેક્સ પેટે જમા થશે

આ પધ્ધતિ અમલ થયેથી રજાચિઠ્ઠી તથા BU PERMISSIONના વચગાળાના સમય દરમિયાન NA OPEN PLOT પુરેપુરી રકમ ટેક્સ પેટે જમા થશે. જેના કારણે ટેક્સની આવક વધશે અને NA OPEN PLOTના બાકી ડિમાન્ડમાં ઘટાડો થશે. આમ, ટેક્સ ખાતા તથા એસ્ટેટ ખાતા દ્વારા સંયુક્ત નિર્ણય લેવાને કારણે જો રજાચિઠ્ઠી મળ્યા તારીખ પછી કોઇ મોટા સમયગાળા પછી પણ BU PERMISSION મળશે તો પણ વચગાળાના સમય દરમિયાન દરમિયાન NA OPEN PLOT ના ટેક્ષની વસુલાત થઇ શકશે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">