Gujarati Video : બરોડા ક્રિકેટ એસોસિએશન સામે વડોદરા શહેર ભાજપનો હલ્લાબોલ
બરોડા ક્રિકેટ એસોસિએશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. આ વખતે વિવાદ સર્જાયો છે શહેર ભાજપના આરોપોને લઇને વડોદરા શહેર ભાજપના બે મોટા નેતાઓએ બીસીએ સામે મોરચો માડ્યો છે અને પત્રકાર પરિષદ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપનો બીસીએ પર આરોપ છે કે સભ્યપદની નિમણૂકમાં મોટાપાયે વ્હાલા દવલાની નીતિ અપનાવાઇ રહી છે
બરોડા ક્રિકેટ એસોસિએશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. આ વખતે વિવાદ સર્જાયો છે શહેર ભાજપના આરોપોને લઇને વડોદરા શહેર ભાજપના બે મોટા નેતાઓએ બીસીએ સામે મોરચો માડ્યો છે અને પત્રકાર પરિષદ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપનો બીસીએ પર આરોપ છે કે સભ્યપદની નિમણૂકમાં મોટાપાયે વ્હાલા દવલાની નીતિ અપનાવાઇ રહી છે. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે સવાલ કર્યો કે કેમ બીસીએમાં 22 વર્ષથી નવા સભ્યોની નિમણૂક નથી કરવામાં આવી તો સાંસદ રંજન ભટ્ટે પણ બીસીએને આગામી 26મીની સાધારણ સભામાં નવા સભ્યોની નિમણૂક કરવા અલ્ટિમેટમ આપી દીધુ છે.
અહીં માત્ર વાત સભ્ય પદની જ નથી ભાજપનો આરોપ છે કે પોલીસ ચોપડે ભાગેડુ આરોપી લલિત મોદી બીસીએના સભ્ય પદે કાર્યરત છે.શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનો દાવો છે કે વોન્ટેડ આરોપી બીસીએના સભ્યે પદે હજુપણ કાર્યરત છે.તેમનો સવાલ છે કે કોની ઇચ્છાથી અને કોની રહેમરાહથી લલિત મોદીને સભ્યપદે યથાવત રાખવામાં આવ્યો છે..
આમ વડોદરા શહેર ભાજપે હવે બીસીએ સામે મોરચો માંડ્યો છે અને બાઉન્સર ફેંકીને બીસીએને ક્લિન બોલ્ડ કરવાનો પ્રયાસ કર્યો છે.જોકે ભાજપના આરોપ સામે બીસીએનો પક્ષ નથી જાણી શકાયો.પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે કેમ 22 વર્ષથી બીસીએમાં નવા સભ્યોનો ઉમેરો નથી કરાયો.