Gujarat Budget 2023: ગુજરાતના બજેટમાં કરવામાં આવી આ મહત્વની જાહેરાતો, નવા કર વિનાનું વિકાસને વેગ આપતું બજેટ

Gujarat budget 2023 : સતત બીજી વખત નાણાપ્રધાન કનુ દેસાઈએ (Kanubhai Desai) બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાન કનુ દેસાઈએ 3.1 લાખ કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ગત વર્ષની સરખામણીએ 57,053 કરોડનો વધારો કરાયો છે.

Gujarat Budget 2023: ગુજરાતના બજેટમાં કરવામાં આવી આ મહત્વની જાહેરાતો, નવા કર વિનાનું વિકાસને વેગ આપતું બજેટ
Gujarat Budget 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 7:45 PM

ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈએ વર્ષ 2023-24 માટે 3.01 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ નવી સરકારનું પ્રથમ બજેટ હતું. આ બજેટમાં સરકારે અને વિકાસલક્ષી અને સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત આપતી અનેક જાહેરાતો કરી હતી. બજેટમાં રજૂ થતા નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતીમાં છેલ્લા બે દાયકામા સતત વિકાસ થતો રહ્યો છે. જેમાં સરકાર દ્વારા મૂડી ખર્ચ 72 હજાર 509 કરોડ થયો છે. આ બજેટની ખાસ વાત છે કે સરકારે વર્તમાન કરમાળખામાં કોઈ પણ વધારો કર્યો નથી. ત્યારે આવો જાણીએ કે ગુજરાત સરકારના આ બજેટની 10 મહત્ત્વની વાતો શું છે.

જાણો ગુજરાતના વર્ષ 2023-24ના બજેટમાં મહત્વની જાહેરાતો

  1. ગુજરાતના નાગરિકો પર કોઈ પણ જાતનો કર નાખવામાં આવ્યો નથી.
  2. રાજ્યમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીનો 15 ટકાથી ઘટાડીને 5 ટકા વેટ કરાયો છે.
  3. સરખેજ-ગાંધીનગર હાઇવેને 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચરની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે. અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને 3350 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે 2615 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  4. શ્રમિકોને કામના સ્થળ નજીક રહેઠાણ માટે શ્રમિક બસેરા સ્થાપવા ₹ 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તમામ કુટુંબને કુટુંબ ઓળખપત્ર અપાશે.
  5. કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
    1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
    મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
  6. PMJAYમાં યોજના હેઠળ મફત સારવાર માટે ₹ 1600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. PMJAY હેઠળ 85 લાખ કુટુંબો માટે વીમા કવચ 5 લાખથી વધારી 10 લાખ કરાયું.
  7. ઉજ્જવલા યોજના હેઠળ 39 લાખ કુટુંબોને દર વર્ષે બે ગેસ સિલિન્ડર મફત આપવા ₹ 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  8. NFSA કુટુંબો માટે પ્રતિ માસ 1 કિલો ચણા હવે સમગ્ર રાજ્યમાં અપાશે.
  9. મનરેગા માટે ₹ 1391 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  10. દરેક જિલ્લામાં 1 જિલ્લા કક્ષાનું અને જિલ્લાના 1 તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા આયોજન થશે.
  11. ધોરણ 1થી 8 ના RTEમાં અભ્યાસ કરેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 8 બાદ ખાનગી શાળામાં અભ્યાસ માટે ₹ 20 હજારનું શાળા વાઉચર આપવા ₹ 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  12. 5 હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે.
  13. ગીરમાં વધુ બે લાયન સફારી શરૂ કરવામાં આવશે.
  14. SRPની મહિલા બટાલિયન તૈયાર કરવામાં આવશે.
  15. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8 હજાર 738 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  16. વન-પર્યાવરણ વિભાગ માટે રૂ. 2,063 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે.
  17. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 8 હજાર 589 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  18. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  19. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ માટે 2,193 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  20. જળ સંસાધન વિભાગ માટે 9,705 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  21. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Budget 2023-24 : જાણો .. ગુજરાત સરકારના 3.01 લાખ કરોડના બજેટમાં કર્યા વર્ગને શું મળ્યું, કેવો છે વિકાસનો રોડમેપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">