Gujarat Weather Forecast: આજે રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ, ખેડા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહે તેવી સંભાવના છે. તેજ વાવાઝોડુ અરબી સમુદ્રમાં સક્રિય થયુ છે. ઓમાન તરફ આગળ વાવાઝોડુ વધી રહ્યુ છે. તેમજ તેજ વાવાઝોડાને લઈ ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેના પગલે દક્ષિણ-પશ્ચિમ અરેબિયન દરિયામાં 2 નંબરનું સિગ્નલ અપાયું છે. તેમજ દક્ષિણ-પશ્ચિમ અરેબિયન દરિયામાં ન જવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહે તેવી સંભાવના છે. તેજ વાવાઝોડુ અરબી સમુદ્રમાં સક્રિય થયુ છે. ઓમાન તરફ આગળ વાવાઝોડુ વધી રહ્યુ છે. તેમજ તેજ વાવાઝોડાને લઈ ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેના પગલે દક્ષિણ-પશ્ચિમ અરેબિયન દરિયામાં 2 નંબરનું સિગ્નલ અપાયું છે. તેમજ દક્ષિણ-પશ્ચિમ અરેબિયન દરિયામાં ન જવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધીમીધારે વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમરેલી, વડોદરા જિલ્લામાં 39 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે અમદાવાદ, આણંદ,ભાવનગર, છોટાઉદેપુર,દેવભૂમિ દ્વારકા, જુનાગઢ,ખેડા,મહેસાણા, નવસારી,પોરબંદર, સાબરકાંઠા, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ સુરતમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. દાહોદ, ડાંગ, મહીસાગર,મોરબી સહિતના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહે તેવી સંભાવના છે.