Gujarat Weather Forecast: આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધીમીધારે વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યના કેટલાક ભાગમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યના કેટલાક ભાગમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. જો કે 24 કલાક બાદ ક્યાંય વરસાદ નહીં પડે.તો રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન સૂકું રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે દ્વારકા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના, જુઓ Video
રાજ્યમાં કેટલુ રહેશે મહત્તમ અને ન્યૂનતમ તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અમદાવાદ, અરવલ્લી,દેવભૂમિદ્વારકા,પોરબંદર,વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, ભરુચ, ગીર સોમનાથ,કચ્છ,ખેડા,મહીસાગર,મોરબી,મહેસાણા,નર્મદા,નવસારી,પંચમહાલ, પાટણ,સુરત,સુરેન્દ્રનગર,તાપી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો રાજકોટ, પંચમહાલ,બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો પોરબંદર, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, ડાંગ સહિતના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહે તેવી સંભાવના છે.