Gujarat Weather Forecast : આજે દ્વારકા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર રાજ્યમાં 7 થી 10 ઓક્ટોબર દેશમાં પહેલી હિમ વર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેના પગલે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. આ સાથે અંબાલાલ પટેલે નવરાત્રી દરમ્યાન વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર રાજ્યમાં 7 થી 10 ઓક્ટોબર દેશમાં પહેલી હિમ વર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેના પગલે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. આ સાથે અંબાલાલ પટેલે નવરાત્રી દરમ્યાન વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે પોરબંદર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના, જુઓ Video
રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, મહીસાગર, પોરબંદર,વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ,કચ્છ, ગીર સોમનાથ, બનાસકાંઠા, અમરેલી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પાટણ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.