Ahmedabad : PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઈ, જુઓ Video
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી છે. PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ છે. આરોગ્ય વિભાગે PMJAY યોજનામાં સાત હોસ્પિટલ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી છે. PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ છે. આરોગ્ય વિભાગે PMJAY યોજનામાં સાત હોસ્પિટલ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદની 3 સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથની 1- 1 હોસ્પિટલ સસ્પેન્ડ કરાયા છે. તેમજ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડો. પ્રશાંત વઝીરાણી સ્પેશિયાલિસ્ટ ડોકટરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય ચાર ડોક્ટરોને સ્પેશિયાલિસ્ટ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજ્યની 7 હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
PMJAY યોજનામાં ગેરરીતી રોકવા માટે નિયમો બદલવાની વાત કરવામાં આવી હતી. તેની સાથે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માટે અલગથી SOP નક્કી કરવામાં આવી છે. જ્યાં પૂરતા પ્રમાણમાં સાધનો ન હોય તેમજ ડોકટર ન હોય તેવી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેની કાર્યવાહી પગલે આરોગ્ય વિભાગે ગીર સોમનાથની જીવન જ્યોત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે.
આ સાથે અમદાવાદમાં નારીત્વ, ટનિંગ પોઈન્ટ હેલ્થ કેર અને શિવ હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જ્યારે રાજકોટમાં નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ ઉપરાંત સુરત અને વડોદરાની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર જ હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસા બાદ હોસ્પિટલને નોટિસ ફટકારાઇ છે. તો દર્દીઓનું દિલ કારણ વગર ચીરી નાંખનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી હતી.
ખ્યાતિ હોસ્પિટલે કેમ્પને જાણે કે કમાણીનું સાધન બનાવી દીધું હોય તેમ કડીમાં બે વર્ષથી તેમણે ધામા નાંખ્યા હતા. કડીના વિવિધ ગામોમાં કેમ્પ કરી અનેક લોકોના ઓપરેશન કરી નાંખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈ બોરીસણા ગામના લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો.