ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ખુદ મુખ્યમંત્રી મેદાનમાં, ગાંધીનગરમાં યોજી બેઠક, જુઓ Video
છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ વકરી રહ્યો છે.ગોંડલમાં આ વાતને થાળે પાડવા ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતુ. જો કે તે પછી મામલો બીચક્યો હતો.હવે આ વિવાદને શાંત કરવા ખુદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગરમાં આ મામલે બેઠક યોજાઇ છે.

રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ગાંધીનગરમાં બેઠક યોજાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. સી આર પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી. આ સાથે જ બેઠકમાં હર્ષ સંઘવી, બળવંતસિંહ રાજપૂત, જયરાજસિંહ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા.
એવુ માનવામાં આવી રહ્યુ છે કે બેથી ત્રણ દિવસમાં ક્ષત્રિય સમાજમાં જે વિરોધ જોવા મળી રહ્યો છે તે શાંત થઇ શકે છે.ભાજપ હાઇ કમાન્ડ દ્વારા એવુ કહી દેવામાં આવ્યુ છે કે ઉમેદવાર નહીં બદલવામાં આવે, એટલે કે પરષોત્તમ રુપાલાને બદલવામાં નહીં આવે, જે નારાજગી છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.ગઇકાલે મુખ્યમંત્રીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઇ હતી. જે દરમિયાન ગુજરાતની વાત થવી એ સ્વાભાવિક છે.
આ પણ વાંચો-અમદાવાદમાં હવે સિગ્નલ પર તાપમાં શેકાવુ નહીં પડે, 100 સિગ્નલ બપોરે રહેશે બંધ
ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વર્ગ ખૂબ જ નાનો છે.જો કે એ વર્ગને પણ મનાવવો ખૂબ જરુરી છે. અત્યાર સુધી તેમને લઇને કોલ લેવામાં આવ્યો ન હતો.જો કે હવે આ મામલાને શાંત કરવાનો ભાજપે નિર્ણય લીધો છે.

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું