ગુજરાત સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સજ્જ : ઋષિકેશ પટેલ

બીજી લહેર બાદ ગુજરાત સરકારે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન બેડ, આઇસીયુ બેડ અને દવાઓ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 3:46 PM

ગુજરાતમાં(Gujarat)  ધીરે ધીરે કોરોના(Corona)  અને કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે રાજયના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ(Rushikesh Patel)  કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઇને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પહેલેથી જ સતર્ક છે. બીજી લહેર બાદ સરકારે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન બેડ, આઇસીયુ બેડ અને દવાઓ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.આ દરમ્યાન અમદાવાદમાં ઓમીક્રોનના પ્રથમ દર્દી સાજા થયા છે.

આ તરફ આરોગ્ય વિભાગ દ્વારા તમામ મહાનગરપાલિકાને સર્વેલન્સની કામગીરી ઝડપથી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના તમામ મહાનગરપાલિકાના એન્ટ્રી પોઇન્ટ ઉપર ડોમ પણ ઉભો કરવાની સૂચના અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો રાફડો ફાટ્યો છે.  જેમાં  26 ડિસેમ્બરે નવા 177 કેસ નોંધાયા હતા, જેના કારણે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ 1000 નજીક એટલે કે 948 થયા છે.

જેમાં 26 ડિસેમ્બરે રાજ્યમાં નવા 177 કેસ નોંધાયા હતા.જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 52 કેસ નોંધાયા છે. રાજકોટમાં શહેરમાં 24, સુરત શહેરમાં 20 નવા કેસ વડોદરા શહેરમાં 15, રાજકોટ જિલ્લામાં 12 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 8 લાખ 29 હજાર 359 થઇ છે, તેમજ મૃત્યુઆંક 10,113 થયો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઓમિક્રોનના પ્રથમ દર્દીને અપાઈ રજા: દર્દીએ ઓમિક્રોનની અસર અને વેક્સિનને લઈને કહી આ મોટી વાત

આ પણ વાંચો :  સુરતમાં મોડે મોડે પણ પાલિકા તંત્ર જાગ્યું: ઓમિક્રોનની એન્ટ્રી બાદ કરવામાં આવી આ વ્યવસ્થાઓ, સિવિલ પણ સજ્જ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">