સુરતમાં મોડે મોડે પણ પાલિકા તંત્ર જાગ્યું: ઓમિક્રોનની એન્ટ્રી બાદ કરવામાં આવી આ વ્યવસ્થાઓ, સિવિલ પણ સજ્જ

સુરતમાં ઓમિક્રોનની એન્ટ્રી અને કોરોના સંક્રમણના વધતા ખતરા વચ્ચે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં 1 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતમાં મોડે મોડે પણ પાલિકા તંત્ર જાગ્યું: ઓમિક્રોનની એન્ટ્રી બાદ કરવામાં આવી આ વ્યવસ્થાઓ, સિવિલ પણ સજ્જ
Action and arrangement by Surat Municipal Corporation and Civil Hospital amidst increasing corona
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 27, 2021 | 12:43 PM

Corona In Surat: સુરતમાં મોડે મોડે પણ પાલિકા તંત્ર જાગ્યું સુરત શહેરમાં હવે પાલિકા (SMC) દ્વારા હવે અલગ અલગ ટિમો બનવીને સરપ્રાઈઝ ચેકીંગ કરવા આવશે. તેમજ કોઈ પ્રકારની બેદરકારી સામે આવશે તો એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે વિશ્વમાં ભારે હોબાળો મચાવનાર ઓમિક્રોન (Omicron) વેરિયન્ટની સુરત સિટીમાં (Surat City) એન્ટ્રી થયા બાદ સિટીમાં કોરોનાની ગતિ વધી રહી છે. તેવા સમયે સુરત નવી સિવિલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગંભીર હાલતના દર્દીઓ માટે 120 બેડનું આઈસીયુ તૈયાર કરવામાં આવ્યુ છે. આ સાથે 1000 બેડની સ્ટેમ સેલ બિલ્ડિંગમાં તમામ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

સુરત સિટીમાં છેલ્લા છ દિવસમાં કોરોનાના 103 દર્દી ઝપેટમાં આવ્યા છે. જેથી સિવિલ તંત્ર એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના કોરોના નોડલ ઓફિસર કમ નવી સિવિલ હોસ્પિટલ મેડિસિન વિભાગના ડો. અશ્વિનભાઈ વસાવાએ કહ્યું કે સિવિલની 1000 બેડની સ્ટેમ સેલ બિલ્ડિંગના દસે દસ માળને જરૂરી સાધનસામગ્રી, વેન્ટિલેટર સહિતની સુવિધા સાથે સજ્જ કરવામાં આવી રહ્યા છે.

ગંભીર હાલતમાં દર્દીઓ માટે બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે 120 બેડ આઈસીયુમા વેન્ટિલેટર અને જરૂરી વસ્તુઓ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓમિક્રોનના દર્દીઓ માટે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં પાંચમા માળે આઈસીયુમાં 50 વેન્ટિલેટર, ત્રીજા માળે શંકાસ્પદ દર્દીઓ માટે 83 અને પાંચમા માળે પોઝિટિવ દર્દીઓ માટે 100 બેડ, તો સાતમા માળે બાળકો માટે 126 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ સાથે વેન્ટિલેટર સહિત જરૂરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. નવી સિવિલ ખાતે ગંભીર હાલતમાં દર્દીઓને સારવાર આપવા માટે કુલ 852 જેટલા વેન્ટીલેટર છે. જેમાં 75 જેટલા બગડેલા હોવાથી રિપેરીંગ કરાવવામાં આવી રહ્યા છે. જો કે 100જેટલા વેન્ટિલેટર વિવિધ આઇ.સી.યુ સહિતમાં વિભાગમાં મુકવામાં આવ્યા છે. જયારે 650થી વધુ વેન્ટિલેટર મશીન તૈયાર રાખવામાં આવ્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ.

આ પણ વાંચો: Corona Update: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 6,531 નવા કેસ નોંધાયા, દેશમાં ઓમીક્રોનના કુલ 578 કેસ

આ પણ વાંચો: વડોદરાઃ બોઇલર વિસ્ફોટમાં કંપનીની બેદરકારી, બોઇલર નજીકના સ્ટોરરૂમમાં રહેતા હતા કર્મીઓ! ડાયરેક્ટર્સની ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">