Ahmedabad : મધ્યસ્થ કાર્યાલય બાદ મીડિયા સેન્ટરની શરૂઆત, મુખ્યમંત્રીના હસ્તે શરુઆત, જુઓ Video
અમદાવાદમાં ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરુ કર્યા બાદ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મીડિયા સેન્ટરની શરુઆતર કરવામાં આવી છે. આ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ, ભાજપના ધારાસભ્યો, સંગઠનના સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી દર વખતે ચૂંટણી સમયે મીડિયા સેન્ટર શરુ કરે છે, તે જ પ્રમાણે આ વખતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મીડિયા સેન્ટર શરુ કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે પ્રદેશ કક્ષાના બનાવાયેલા મીડિયા સેન્ટર બહાર છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, સાથે જ સરકારની જે ઉપલબ્ધિઓ છે, તેને દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો- Morbi : કાજલ હિન્દુસ્તાનીની વધુ એક વિવાદિત ટિપ્પણી, મોરબી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, જુઓ Video
લોકસભા ચૂંટણીને લઇને મીડિયા સેન્ટરમાં સંગઠનના પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ આવતા હોય છે. આ તમામ લોકોના બેસવા માટે લોન્જની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે જ આ તમામ લોકો પ્રેસ કોન્ફરેન્સ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.