Porbandar Video : ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ, સોશિયલ મીડિયા મારફતે મોકલતો હતો આ માહિતી

ગુજરાત ATSએ પકડેલ ISI એજન્ટના કેસમાં વધુ એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ પોરબંદરથી જાસુસની ધરપકડ કરી હતી. પાકિસ્તાનની ISI જાસુસી સંસ્થાને માહિતી આપતો હોવાનું સામે આવ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2024 | 4:59 PM

ગુજરાત ATSએ પકડેલ ISI એજન્ટનો કેસમાં વધુ એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ પોરબંદરથી જાસુસની ધરપકડ કરી હતી. પાકિસ્તાનની ISI જાસુસી સંસ્થાને માહિતી આપતો હોવાનું સામે આવ્યુ હતુ. ગુજરાતની માહિતી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાન મોકલવામાં આવી હતી. પાકિસ્તાની જાસુસ જેટી પર રહેલા સુરક્ષા જહાજ, બોટ તેમજ અન્ય પ્રવૃત્તિના ફોટા મોકલતો હોવાની માહિતી આપતો હોવાનું સામે આવ્યુ છે.

ISI એજન્ટ 21 વર્ષીય જતીન જીતેન્દ્ર ચારણિયા સુભાષનગરનો રહેવાસી છે. જે ભારતીય કોસ્ટગાર્ડના જહાજોના ફોટા પાકિસ્તાનમાં મોકલતો હતો. અવંતિકા પ્રિન્સ નામની પ્રોફાઈલ પર ભારતી ગુપ્ત માહિતી મોકલતો હોવાનો ખુલાસો થયો છે. જેની જાણ થતા ગુજરાત ATSએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની તપાસ કરી હતી. પોરબંદરના યુવકને માહિતી આપવા માટે 6 હજાર UPI મારફતે મેળવ્યા હતા. તપાસ દરમિયાન વ્હોટસએપ એકાઉન્ટનું છેલ્લું IP પાકિસ્તાનના કરાચી હોવાનુ ખુલ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">