Ahmedabad : ખોખરા વિસ્તારમાં 2 ચાલીના યુવક વચ્ચે અથડામણ, 1 યુવકની કરાઈ હત્યા, જુઓ Video

Ahmedabad : ખોખરા વિસ્તારમાં 2 ચાલીના યુવક વચ્ચે અથડામણ, 1 યુવકની કરાઈ હત્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2024 | 11:51 AM

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી પૂજાલાલની ચાલી અને જયંતિ મગનની ચાલીમાં રહેતા યુવકો વચ્ચે અથડામણ થયુ હતુ. અથડામણમાં અજય મકવાણા નામના યુવકનું મોત થયુ હતુ. અથડામણમાં અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો હતો.

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી પૂજાલાલની ચાલી અને જયંતિ મગનની ચાલીમાં રહેતા યુવકો વચ્ચે અથડામણ થયુ હતુ.અથડામણમાં અજય મકવાણા નામના યુવકનું મોત થયુ હતુ. અથડામણમાં અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો હતો.

સૂચિત મરાઠી, પપ્પુ મરાઠી પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બે મહિના પૂર્વે રિક્ષા ચાલકના મુદ્દે 2 પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. ખોખરા પોલીસે સામ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના ગુનામાં 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર મૃતકના સંબંધીઓ વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અસારવા સિવિલ કેમ્પસમાં થઈ અન્ય યુવકની હત્યા

બીજી તરફ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પણ યુવકની હત્યાની ઘટના બની હતી. જૂની અદાવતને લઇને 4 યુવકોએ હુમલો કર્યો હતો. અસારવા સિવિલના ઇમેજીંગ સેન્ટરની સામે હત્યા થઈ હતી. હુમલામાં આલોક કુશવાહ નામના યુવકનું મોત થયુ હતુ. શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">