ભારત કરતાં પાકિસ્તાનમાં 1GB ડેટા સસ્તો કે મોંઘો ?

04 નવેમ્બર, 2024

વિશ્વનો સૌથી સસ્તો ડેટા ઈઝરાયેલમાં ઉપલબ્ધ છે. અહીં 1GB ડેટાની સરેરાશ કિંમત રૂ 1.68 ($0.02) છે.

ઇઝરાયેલ પછી, સૌથી સસ્તો ડેટા ઇટાલીમાં ઉપલબ્ધ છે. અહીં 1GB ડેટાની સરેરાશ કિંમત રૂ 7.57 ($0.09) છે.

સસ્તા ડેટાના મામલે ભારત ચોથા ક્રમે છે. અહીં 1GB ડેટાની સરેરાશ કિંમત 13.46 રૂપિયા ($0.16) છે.

પાકિસ્તાનમાં ડેટા ભારત કરતા સસ્તો છે. અહીં 1GB ડેટાની સરેરાશ કિંમત રૂ. 10.09 ($0.12) છે.

ફ્રાન્સમાં પણ ડેટા સસ્તો છે. અહીં 1GB ડેટાની સરેરાશ કિંમત રૂ. 16.82 ($0.20) છે.

બાંગ્લાદેશમાં ડેટા ભારત અને પાકિસ્તાન કરતા મોંઘો છે. અહીં 1GB ડેટાની સરેરાશ કિંમત રૂ. 19.35 ($0.23) છે.

ચીનમાં 1GB ડેટાની સરેરાશ કિંમત રૂ. 31.96 ($0.38) છે.

UAEમાં ડેટા ખૂબ જ મોંઘો છે, જેમાં 1GB ડેટાની સરેરાશ કિંમત રૂ 504.68 ($6.00) છે.