ગુજરાતમાં 22 નવેમ્બર પછી અનુભવાશે ઠંડીનો ચમકારો, અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
થોડા સમયથી મોડી રાતથી જ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવા લાગે છે. જો કે બપોરના સમયે થોડી ગરમીનો અહેસાસ થાય છે. જો કે શિયાળાની ઠંડીની જમાવટને લઇને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાય થઇ ગઇ છે અને શિયાળાનો પગરવ પણ થઇ ચુક્યો છે.મોડી રાતથી જ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવા લાગે છે. જો કે બપોરના સમયે થોડી ગરમીનો અહેસાસ થાય છે. જો કે શિયાળાની ઠંડીની જમાવટને લઇને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 22 નવેમ્બર પછી ઠંડીનું પ્રમાણ વધશે. 22 નવેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે. ગુજરાતવાસીઓએ 22 નવેમ્બર સુધી ગરમી સહન કરવી પડશે. સાથે જ તેમણે હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે 10 નવેમ્બર પછી પશ્ચિમી વિક્ષેપ બાદ રાજ્યમાં વધુ ઠંડી પડી શકે છે. 22 નવેમ્બર પછી રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધશે. 10 થી 14 નવેમ્બર દરમિયાન બંગાળ ઉપ સાગરમાં ડિપ્રેશન બનવાની શકયતા રહેશે. આ ડિપ્રેશનના કારણે વાવાઝોડું થવાની શકયતા છે.
Latest Videos