Porbandar : ભાઈબીજના દિવસે માધવપુરમાં માનવ મહેરામણ ઉમટ્યુ, આ દિવસે દરિયામાં સ્નાનનું અનોખુ મહત્વ, જુઓ Video
ભાઈબીજના પવિત્ર દિવસે પોરબંદરના માધવપુર દરિયામાં સ્નાનનું અનેરું મહત્વ હોય છે. ત્યારે આ વર્ષે ભાઈબીજે માધવપુર દરિયામાં સ્નાન કરવા માનવ મહેરામણ ઉમટ્યું હતુ. દૂર દૂરથી અહીં સહેલાણીઓ સ્નાન કરવા માટે આવ્યા હતા.

સોમનાથ અને પોરબંદરની મધ્યમાં આવેલા માધવપુર ગામમાં જ્યાં હજારો વર્ષ પહેલા માધવરાયજી અને રુક્ષ્મણીના લગ્ન થયા હતા, તે લગ્ન સાથે ભાઈબીજના તહેવારનું ખૂબ મોટું અને અનેરું મહત્વ માનવામાં આવે છે. આમ તો માધવપુર ગામ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહેલુ છે. આ ગામ મહત્વનું તીર્થ સ્થળ પણ ગણવામાં આવે છે. દ્વારકા આવતા પ્રવાસીઓ અચૂકથી અહીંના સુંદર દરિયા અને હરિયાળી વચ્ચે રોકાણ કરતા હોય છે.
એવી પણ માનતા છે કે ભાઈબીજના દિવસે મા યમુના ક્ષાત ક્ષાત પ્રગટ થાય છે અને દરિયો ખૂબ જ શાંત હોય છે. જેથી સ્નાનનું અનોખું મહત્વ છે ત્યારે ભાઈબીજ નિમિત્તે માધવપુર દરિયા ખાતે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સ્નાન કરવા ઉમટ્યાં. દૂર-દૂરથી સહેલાણીઓ દરિયા ખાતે ઉમટ્યા હતા અને દરિયામાં ડૂબકી લગાવી હતી. પ્રવાસીઓની સંખ્યા સતત વધતા તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ સ્થાનિક માછીમારો પણ રેસ્ક્યૂની કામગીરી માટે પોલીસ સાથે તૈનાત છે.