Kheda : ભાઈબીજની રાત્રીએ કાછીયાપોળ અને ભાવસાર વચ્ચે ખેલાયુ કોઠી યુદ્ધ, જુઓ Video
ખેડાના પરા દરવાજા વિસ્તારમાં ભાઈબીજની રાત્રીએ આ અનોખી ઉજવણી કરવામાં આવે છે. કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો સામ-સામે એકબીજાને કોઠી મારી પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે. લોકો નવરાત્રીથી જ કોઠીઓ બનાવવાની શરૂ કરી દે છે.
શું તમે એકબીજા પર ફટાકડા ફેંકીને ઉજવણી થતી જોઈ છે? ખેડાનું એક ગામ કે જ્યાં લોકો એકબીજા પર ફટાકડા ફેંકીને કોઠી યુદ્ધ રમે છે. ખેડા શહેરના પરા દરવાજા વિસ્તારમાં ભાઈબીજની રાત્રીએ ફટાકડા યુદ્ધ ખેલી અનોખી ઉજવણી કરવામાં આવે છે.
ખેડાના પરા દરવાજા વિસ્તારમાં ભાઈબીજની રાત્રીએ આ અનોખી ઉજવણી કરવામાં આવે છે. કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો સામ-સામે એકબીજાને કોઠી મારી પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે. લોકો નવરાત્રીથી જ કોઠીઓ બનાવવાની શરૂ કરી દે છે. કાચો માલ તૈયાર થઈ ગયા બાદ વસો ગામે જઈને કોઠીઓમાં દારૂખાનું ભરાવે છે અને બેસતા વર્ષના દિવસે સામસામે ફોડે છે.
યુદ્ધ પહેલા બન્ને બાજુ હવાઈ નાંખવામાં આવે છે અને ત્યારબાદ કોઠી યુદ્ધ થાય છે. આ રમત એકબીજાને દઝાડવા માટેના આશયથી નહીં પણ શોખથી રમવામાં આવે છે. જો કે મહત્વની વાત તો એ છે કે વર્ષોથી કોઠી યુદ્ધ રમાતું હોવા છતાં હજી સુધી કોઈ વ્યક્તિ દાઝ્યો નથી કે કોઈને ઈજા પણ થતી નથી.