યુનિવર્સિટીમાં આંતરિક વસ્ત્રો પહેરીને વિવાદમાં આવેલી યુવતી સાથે શું થયું ?

04 નવેમ્બર, 2024

થોડા દિવસો પહેલા ઈરાનમાં શરિયા કાયદાનો કડક અમલ કરાવતી એક ઘટના બની

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવતી આંતરિક વસ્ત્રો પહેરીને કેમ્પસમાં ફરતી હતી.

આ વીડિયો ઈરાનની ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીનો હોવાનું સામે આવ્યું હતું.

વીડિયોને લઈ પોલીસે કહ્યું હતું કે, વિદ્યાર્થીની ગંભીર માનસિક દબાણ હેઠળ હતી.

પૂછપરછ બાદ તેને મનોચિકિત્સક હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુવતીએ ઇસ્લામિક ડ્રેસ (હિજાબ)ના વિરોધમાં તેના કપડાં ઉતારી દીધા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીનું નામ આહૌ દારયાઈ છે.

માહિતી અનુસાર, પોલીસે તેને યુનિવર્સિટીમાં અર્ધ નગ્ન અવસ્થામાં ફરવા બદલ કસ્ટડીમાં લીધી છે.

તમને જણાવી દઈએ કે ઈરાનમાં હિજાબ ન પહેરવા પર જેલની સજા છે.