સરકારે શિડ્યુલ દવાઓના ભાવમાં વધારો કર્યો, દવાઓ મોંઘી થતા ગુજરાતીઓને મોટી અસર

દવાઓ મોંઘી થતા ગુજરાતીઓને મોટી અસર પડશે. વર્ષે રૂ.2.89 લાખ કરોડની દવાઓ ભારતમાં વેચાય છે. ભારતની 10 ટકા દવાઓ ગુજરાતમાં વેચાય છે. ગુજરાતમાં વર્ષે 2000થી 2500 કરોડની દવાઓનું વેચાણ થાય છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 27, 2022 | 11:45 PM

સરકારે શિડ્યુલ દવાઓના ભાવમાં વધારો (price rise)કરવાનો નિર્ણય કર્યો છે. દવાઓ મોંઘી થતા ગુજરાતીઓને(Gujarat) મોટી અસર થવાની છે. દર વર્ષે રૂપિયા 2.89 લાખ કરોડની દવાઓ (medicine)ભારતમાં વેચાય છે. ભારતની 10 ટકા દવાઓ ગુજરાતમાં વેચાય છે. ગુજરાતમાં 2 હજારથી 2500 કરોડની દવાઓનું વેચાણ દર વર્ષે થાય છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ દવાઓ અમદાવાદમાં વેચાય રહી છે. ગુજરાતના વેચાણના 20 ટકા દવાઓ માત્ર અમદાવાદમાં વેચાય છે. ત્યારે ડાયાબિટીશ, બ્લડ પ્રેશર, એન્ટી બેક્ટેરિયલ, ગ્રેસ્ટ્રિક જેવી દવાઓનું ગુજરાતમાં વધુ વેચાણ થઈ રહ્યું છે. દવાઓના 10 ટકા ભાવ વધતા દવા બજારમાં મોટો ઉછાળો આવશે. જે અસર એપ્રિલથી જોવા મળી શકે છે. દવાઓનું રો-મટરિયલ ચીનથી આવતું હતું તે હવે ભારતમાં જ બનશે. ત્યારે સામાન્ય જનતાને વધુ એક વખત મોંઘવારીનો માર પડશે.

તો બીજી બાજુ દવાના ભાવ વધતા લોકોને જેનરિક મેડિસિન તરફ વળવા માટે પણ અપીલ કરાઈ રહી છે. જેનરિક દવાના વિક્રેતા માની રહ્યા છે કે લોકોએ જેનરિક મેડિસિનને લઈને ઘણી ગેરસમજણ દૂર કરવાની જરૂર છે.દવાઓ મોંઘી થતા ગુજરાતીઓને મોટી અસર પડશે. વર્ષે રૂ.2.89 લાખ કરોડની દવાઓ ભારતમાં વેચાય છે. ભારતની 10 ટકા દવાઓ ગુજરાતમાં વેચાય છે. ગુજરાતમાં વર્ષે 2000થી 2500 કરોડની દવાઓનું વેચાણ થાય છે. દેશનું સૌથી મોટુ મેન્યુફેક્ચર ફાર્મા માર્કેટ પણ ગુજરાતમાં છે. આમ સામાન્ય જનતાને વધુ એક વખત મોંઘવારીનો માર પડશે.

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયા ટીમની પુન: રચના કરી

આ પણ વાંચો : ગુજરાતમાં તલાટીઓને ભજન મંડળી ગણવાની સોંપેલી કામગીરીનો કોંગ્રેસે વિરોધ કર્યો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati