Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયા ટીમની પુન: રચના કરી

આગામી ઇલેક્શનને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી માહિતી ઝડપથી એકબીજા સુધી  પહોંચાડી શકશે. તેમજ સોશિયલ  મીડિયા પર કોંગ્રેસ પક્ષની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયા ટીમની પુન: રચના કરી
Congress Flag (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 10:41 PM

ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election) ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે(Congress)  તેની સોશિયલ મીડિયા(Social Media)  ટીમનું પુનર્ગઠન કર્યું છે. જેમાં મતદારોને પાર્ટીના વિશે માહિતગાર કરવા અને ફેક ન્યૂઝ સામે લડવા માટે 200 કાર્યકરોને જોડ્યા છે. પાર્ટીના પ્રવક્તાએ રવિવારે આ જાણકારી સમાચાર આપી હતી. કોંગ્રેસના ગુજરાતના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પીટીઆઈને જણાવ્યું હતું કે નવા કાર્યકરોમાં જિલ્લા અને મેટ્રો સ્તરે 41 પ્રમુખ, 15 ઉપપ્રમુખ, 30 મહાસચિવ, 44 સચિવ અને 60 કાર્યકારી સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે.

આ ટીમમાં પાર્ટીના સમર્પિત કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો

તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ પક્ષે ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર તેની હાજરીનું સંચાલન કરવા માટે નવી ટીમની રચના કરવાની જાહેરાત કરી છે. જેમાં હોદ્દેદારોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પાર્ટી સોશિયલ મીડિયા પર મોટો કાર્યક્રમ કરવાનું આયોજન કરી રહી છે.દોશીએ કહ્યું કે આ ટીમમાં પાર્ટીના સમર્પિત કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે અન્ય રાજકીય પક્ષો જેવા પગારદાર લોકો નથી.

આગામી ચૂંટણીમાં અસરકારક ભૂમિકા ભજવી શકે

આ કાર્યકરો  અમારા સોશિયલ મીડિયા પર હાજર અન્ય કાર્યકરો સાથે નેટવર્કમાં જોડાશે.જેથી કરીને તેઓ પાર્ટી સંબંધિત નકલી સમાચાર અને ખોટી માહિતીનો સામનો કરીને આગામી ચૂંટણીમાં અસરકારક ભૂમિકા ભજવી શકે. તેમજ આગામી ઇલેક્શનને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી માહિતી ઝડપથી એકબીજા સુધી  પહોંચાડી શકશે. તેમજ સોશિયલ  મીડિયા પર કોંગ્રેસ પક્ષની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની લડત માત્ર ભાજપ વિરુદ્ધ જ નહિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ પક્ષ દ્વારા તેની સોશિયલ મીડિયા ટીમને મજબૂત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં પણ આ વખતે રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની લડત માત્ર ભાજપ વિરુદ્ધ જ નહિ પરંતુ આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIIM સામે પણ છે, જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપ મજબૂત છે જયારે આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયા પર સારી એવી ધરાવે છે. જેના પગલે આ બધા વિરુદ્ધ કોંગ્રેસે પોતાની સોશિયલ મીડિયા ટીમને વધુ મજબૂત કરવાની જરૂર પણ હતી

આ પણ વાંચો : Gir somnath : ઉમિયાધામ સીદસર નિર્મિત ઉમા અતિથી ગૃહનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

આ પણ વાંચો : ગુજરાતમાં તલાટીઓને ભજન મંડળી ગણવાની સોંપેલી કામગીરીનો કોંગ્રેસે વિરોધ કર્યો

g clip-path="url(#clip0_868_265)">