Gujarati Video : સુરતના યોગી ચોક વિસ્તારમાં કિશોરી પહેલા માળેથી નીચે પટકાઇ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

એક કિશોરી મકાનની ગેલેરીમાંથી નીચે પટકાઇ ( Girl fall from gallery) જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ સ્થાનિકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:32 PM

Surat : સુરતમાં આજે હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક કિશોરી પહેલા માળેથી નીચે પટકાઇ ગઇ છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા તુલસી રો-હાઉસમાં આ દુર્ઘટના બની છે. એક કિશોરી મકાનની ગેલેરીમાંથી નીચે પટકાઇ ( Girl fall from gallery) જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ સ્થાનિકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. જોકે કિશોરીને આવી હાલતમાં જોઇને તેની માતા તરત જ બેભાન થઇ ગઇ હતી. સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઇ ગઇ છે.

આ પણ વાંચો- Gujarati video : મહેસાણાના ધરોઇ ડેમના 2 દરવાજા ખોલાયા, સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા

કિશોરી નીચે પટકાતા તરત જ તેને બાઇક પર હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. કિશોરીનો પગ લપસતા તે ગેલેરીમાંથી નીચે પડી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, પરંતુ સાચી હકીકત શું છે, તે વિશે હજુ કોઇ ખુલાસો થયો નથી. કિશોરીની હાલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન એક ઘટના પ્રકાશમાં આવી છે મળતી માહિતી મુજબ સુરતના યોગીચોક સ્થિત તુલસી રો હાઉસ પાસે ત્રીજા માળાથી એક કિશોરી એકાએક નીચે પટકાઈ હતી ઊંધા માથે નીચે પટકાતા કિશોરીને ઇજાઓ થઈ હતી. આ ઘટનાને લઈને ત્યાં બેસેલા વૃદ્ધો સહિતના લોકો હેબતાઈ ગયા હતા અને લોકો ત્યાં દોડી આવ્યા હતા

કિશોરી પટકાઈ હોવાની જાણ થતાં તેની માતા પણ ત્યાં દોડી આવી હતી કિશોરીને જોઈને તે પણ ત્યાં બેભાન થઈ ગયી હતી. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કિશોરીને સારવાર અર્થે હોસ્પિટલ લાઇ ગયા હતા. વધુમાં આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે જેમાં આ ઘટના જોઈ શકાય છે. વધુમાં કિશોરી ધો.10માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. કિશોરીને ઇજા થતાં તેણીને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">