Mehsana video : ધરોઇ ડેમના 2 દરવાજા ખોલાયા, સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા
ધરોઇ ડેમની જળ સપાટી 618.50 ફૂટ પહોંચી છે. ધરોઇ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદથી ધરોઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં 6 હજાર 212 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે .
Mehsana : ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) જમાવટ બાદ નદી-નાળાઓ છલકાઇ ગયા છે. ત્યારે મહેસાણાના ધરોઇ ડેમના (Dharoi Dam) 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ધરોઇ ડેમની જળ સપાટી 618.50 ફૂટ પહોંચી છે. ધરોઇ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદથી ધરોઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમમાં 6 હજાર 212 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે . 6 હજાર 212 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. જેના પગલે સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠાને એલર્ટ અપાયું છે. તો ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાના કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરાઈ છે.
Latest Videos
Latest News