AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા, તાલાલાના ગ્રામ્ય વિસ્તારોંમાં વરસાદ- Video

Gir Somnath: ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા, તાલાલાના ગ્રામ્ય વિસ્તારોંમાં વરસાદ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 9:10 PM
Share

Gir Somnath: ગીરસોમનાથના તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદી ઝાપટા પડ્યા હતા. તાલાલાના ધાવા ગીર અને આસપાસના પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી હતી. આ આગાહી મુજબ ગીરસોમનાથ, અમરેલી, જેતપુર, બગસરા, જુનાગઢ, રાજકોટમાં વરસાદ પડ્યો છે.

Gir Somnath: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમા ગીર સોમનાથની જો વાત કરીએ તો તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. તાલાલાના ધાવા ગીર તેમજ આસપાસના પંથકમાં વરસાદ પડ્યો હતો. આ તરફ અમરેલી અને બગસરાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

નવરાત્રી સમયે જ મેઘરાજાએ વધારી ખેલૈયાઓની ચિંતા

હાલ નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ મેઘરાજાની ફરી એન્ટ્રીએ ખેલૈયાઓ અને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો. જેમા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો. જેને લઈને ખેલૈયાઓ સાથે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. રાજકોટના ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ વરસાદ ખાબક્યો.

આ પણ વાંચો: Breaking News: Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 300 જેટલા દર્શકોની લથડી તબિયત, 10 દર્દીને સારવાર માટે કરાયા દાખલ-Video

ધોરાજી, જામનગર, નવાગામમાં વરસાદી માહોલ

ધોરાજી શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જામનગરના કાલાવડમાં ભારે પવન સાથે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા હતા. નવાગામ, મોટી વાવડી, સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. આ તરફ ગીર સોમનાથ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ વળતા વરસાદથી મગફળી-કપાસના તૈયાર પાકને નુક્સાનની ભીતિથી ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">