Breaking News: Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 300 જેટલા દર્શકોની લથડી તબિયત, 10 દર્દીને સારવાર માટે કરાયા દાખલ-Video
Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 300 જેટલા દર્શકો બીમાર થયા હતા. જે પૈકી 10 દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે લોકોની તબિયત લથડી તેમા મોટાભાગે બેભાન થવુ, માથુ દુ:ખવુ, ધ્રુજારી, આવવી, નબળાઈ, લો બીપી જેવી ફરિયાદ સામે આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા આ દર્શકોની તબિયત લથડતા મેચ જોવાના રંગમાં ભંગ પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે સ્ટેડિયમમાં પણ આ પ્રકારની શક્યતાને જોતા પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.
Ahmedabad: વર્લ્ડ કપ 2023ની ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 300 જેટલા દર્શકો બીમાર થયા હતા. જે પૈકી 10 દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. બીમાર પડેલા દર્દીઓમાં મોટાભાગે ડ્રિહાઈડ્રેશન, ગભરામણ, બેભાન થવુ, ચક્કર આવવાની સાથે પડી જવાના કેસ સામે આવ્યા. જે લોકોની તબિયત લથડી તે પૈકી 10 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. 108 ઈમરજન્સી દ્વારા દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
સ્ટેડિયમમાં 1 લાખ 30 હજાર પ્રેક્ષકો
સવા લાખથી વધુ પ્રેક્ષકોથી ચિક્કાર ભરેલા સ્ટેડિયમમાં મેચ દરમિયાન કેટલાક દર્શકોને ગભરામણ થવાની ફરિયાદ સામે આવી તો કેટલાક દર્દીઓને ચક્કર આવવા, લો બીપી, ડ્રિહાઈડ્રેશન જેવી ફરિયાદ જોવા મળી હતી. કેટલાકને ધ્રુજારી આવવી, સખત માથાનો દુ:ખાવો થવો, નબળાઈ અનુભવવી જેવી ફરિયાદ સામે આવી હતી. ચિક્કાર જનમેદનીને કારણે કેટલાક લોકોને ગભરામણની સમસ્યા થઈ હતી.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાનો ટોટકો ! બોલને ફૂંક મારીને બોલિંગ કરતા જ મળી વિકેટ, જૂઓ Video
Input Credit- Narendra Rathod, Mohit Bhatt
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો