Gir Somnath: પોલીસે અસામાજિક તત્વોને કરાવ્યુ કાયદાનું ભાન, કુખ્યાત આરોપીનું કાઢ્યુ સરઘસ- Video
Gir Somnath: ગીરસોમનાથમાં અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ. કુખ્યાત આરોપીનુ પોલીસે સરઘસ કાઢ્યુ હતુ. અનેક ગુનામાં સામેલ આરોપી સામે લૂંટ, ચોરી, મારામારી, પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયા છે. દાદાગીરી કરી લોકોને હેરાન કરતો હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં લોકો સાથે અવારનવાર દાદાગીરી કરતો હોવાની ફરિયાદને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Gir Somnath: ગીરસોમનાથમાં પોલીસે કુખ્યાત આરોપીનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ હતુ. લૂંટ, ચોરી, મારામારી અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનામાં સામેલ આરોપી સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં આરોપી દાદાગીરી કરી લોકોને હેરાન પરેશાન કરતો હોવાની અનેક ફરિયાદો પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે આ કુખ્યાત આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Amreli : બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, ખેતરોમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ-Video
જાહેરમાં આરોપીનું સરઘસ કાઢી વેરાવળ સિટી પોલીસના PIએ લોકોને આરોપીથી ન ડરવા અપીલ કરી છે. અનેક લોકોને ડરાવી ધમકાવી રોફ જમાવતા આરોપીને પોલીસે બરાબરનું કાયદાનું ભાન કરાવ્યુ અને લોકોમાં આરોપી સામે રહેલો ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો