Vadodara News : મોડે મોડે જાગ્યુ તંત્ર, પૂરનું સંકટ આવી ગયા પછી તેને ટાળવા બેંગાલુરૂની એજન્સીને સોંપ્યુ કામ, જુઓ Video
સર્પાકારે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું પૂર દર વર્ષે તંત્ર સાથે પ્રજાની પરેશાનીનું કારણ બને છે. ચાલુ સિઝનમાં પણ વડોદરાવાસીઓ વિશ્વામિત્રીના પ્રકોપનો સામનો કરી ચુક્યું છે. જો કે હવે મોડે મોડે મનપા તંત્રે ખાનગી એજન્સીને પૂરનું સંકટ કેવી રીતે ટાળી શકાય તેનું કામ સોંપ્યું છે.
વડોદરામાં ભારે વરસાદ પડતાની સાથે જ નદીના પાણી શહેરમાં ફરી વળે છે. સર્પાકારે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું પૂર દર વર્ષે તંત્ર સાથે પ્રજાની પરેશાનીનું કારણ બને છે. ચાલુ સિઝનમાં પણ વડોદરાવાસીઓ વિશ્વામિત્રીના પ્રકોપનો સામનો કરી ચુક્યું છે. જો કે હવે મોડે મોડે મનપા તંત્રે ખાનગી એજન્સીને પૂરનું સંકટ કેવી રીતે ટાળી શકાય તેનું કામ સોંપ્યું છે.
બેંગાલુરૂની આ એજન્સીએ પૂરનું સંકટ ટાળવા કેટલાક સૂચનો પણ કર્યા છે. દાવો છે કે જો આ સૂચનોનો અમલ કરવામાં આવે તો શહેરમાંથી પૂરના સંકટને અટકાવી શકાય તેમ છે.
વિશ્વામિત્રીનો પટ પહોળો કરવાની સલાહ
બેંગાલુરૂની એજન્સીએ શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને જળાશયોનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તૈયાર થયેલા રિપોર્ટમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા છે.જેમાં આજવા સરોવર કેચમેન્ટ વિસ્તારમાં આવતા તળાવોના પાણીને નિયંત્રીત કરવા, વિશ્વામિત્રીનો પટ પહોળો કરવા જેવા મુદ્દાઓ દર્શાવાયા છે.મનપા ખાતે આ એજન્સીએ પોતાનો સરવે શાસકો સમક્ષ રજૂ કર્યો છે.