લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા, જુઓ Video
સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 50થી વધુ નળ ચોરાયા છે. આ ચોરીની ઘટનાઓ રાત્રે બની રહી છે અને છ માળ પરથી નળ ચોરાયા છે. આ ઘટનાથી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. ચોરોએ રોકડ કે કિંમતી સામગ્રીને બદલે નળ ચોરવાનું પસંદ કર્યું છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં એક અજીબોગરીબ ઘટના છે.
સુરતમાં આમ તો ચોરી, હત્યા અને લૂંટ સહિતની અનેક ગુનાખોરીની ઘટનાઓ બનતી રહે છે. જો કે સુરતમાં હવે ચોરીની એક અજીબોગરીબ ઘટના બની છે. આ ચોરી બીજે ક્યાંય નહીં પણ મોટી સંખ્યામાં જ્યાં દર્દીઓ હોય છે, તેવા સુરતના સિવિલ હોસ્પિટલમાં બની છે. સુરત હોસ્પિટલમાંથી ચોર બીજુ કઇ નહીં પરંતુ અલગ અલગ માળ પરથી નળની ચોરી કરી ગયા છે.
આ બનાવ એક જ દિવસમાં બન્યો નથી, પરંતુ છેલ્લા 15 દિવસમાં સિવિલ હોસ્પિટલમાંથી ચોર 50થી વધુ નળ ચોરી ગયા છે. ચોર સિવિલ હોસ્પિટલના છ માળ પરથી બાથરુમથી લઇને બેસીન સહિતના સ્થળોએથી આ નળ ચોરીને લઇ ગયા છે. આ ઘટનાઓ રાત્રીના સમયે જ બની હોવાની માહિતી મળી રહી છે.
સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં રોજ દર્દીઓ આવતા હોય છે. ઇલાજ માટે તેઓ રોકડ રકમ પણ સાથે રાખતા હોય છે. જો કે નાણાંની જગ્યાએ સિવિલમાંથી ચોર નળની ચોરી કરી જતા લોકોમાં અચરજ જોવા મળી રહ્યુ છે. બીજી તરફ સિવિલમાં સિક્યુરિટીને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.