Ahmedabad : સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા વારંવાર ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના સાણંદ GIDCમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડ્યા છે. ખોરજ ગામમાં ફાટી તળાવ પાસેથી દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ છે.
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા વારંવાર ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના સાણંદ GIDCમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડ્યા છે. ખોરજ ગામમાં ફાટી તળાવ પાસેથી દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ છે. 60 હજારની કિંમતનો 300 લિટર દેશી દારુ ઝડપાયો હતો. સ્થળ પરથી એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે દેશી દારુ સહિત 2.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દાણાલીમડામાંથી ઝડપાયુ હતું કરોડોનું ડ્રગ્સ
બીજી તરફ ગઈકાલે અમદાવાદના દાણીલીમડામાંથી કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતુ. ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ હતુ. ડ્રગ્સના આરોપી પાસેથી 2 હથિયાર, 40 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી કુલ 18 લાખની રોકડ રકમ કબજે કરાઈ હતી. અગાઉ 8 ગંભીર ગુનામાં આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યુ હતુ. બે થી વધુ ગંભીર ગુનામાં આરોપી વોન્ટેડ હોવાનો ખુલાસો થયો હતુ.