શેર બજારમાં જોવા મળી તોફાની તેજી, સેન્સેક્સમાં 1900 રુપિયાનો વધારો, નિફ્ટી 23,900ને પાર
શેર માર્કેટમાં આજે તોફાની તેજી જોવા મળી. શેર બજારમાં આજે ખરીદીનો માહોલ પાછો ફરતો જોવા મળ્યો છે. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ચઢીને 23550ને પાર કરી ગયો છે. બેન્કિંગ શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ પણ નજીવા વધારા સાથે કામ કરતા જોવા મળ્યા હતા.
મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા બજારમાં તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી 2 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજના ઉછાળામાં બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. એફએમસીજી, એનર્જી, ઓટો શેરોમાં ખરીદારી હતી જ્યારે બેન્કિંગ, મેટલ, ફાર્મા ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા.
શેર માર્કેટમાં આજે તોફાની તેજી જોવા મળી. શેર બજારમાં આજે ખરીદીનો માહોલ પાછો ફરતો જોવા મળ્યો છે. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ચઢીને 23550ને પાર કરી ગયો છે. બેન્કિંગ શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ પણ નજીવા વધારા સાથે કામ કરતા જોવા મળ્યા હતા. દરમિયાન આજે જાહેર ક્ષેત્રની બેંકોમાં સારો બાઉન્સબેક જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સ લગભગ 1.25 ટકા વધ્યો છે.
શેર બજારમાં આજે નિફ્ટીના તમામ 50 શેરોમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના તમામ 30 શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 2% થી વધુનો વધારો થયો છે. નિફ્ટીના 50માંથી 30 શેરો 2% કરતા વધુ વધ્યા છે. 27 સપ્ટેમ્બર, 2024 પછી આ પહેલી આવી રેલી છે, જેમાં રોકાણકારોએ એક દિવસમાં 6,64 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
શેરબજારમાં આટલી તેજી આવવાનું કારણ શું ?
નિષ્ણાતોના મતે આજે સ્થાનિક બજારમાં ઘણા ક્ષેત્રોમાં સારી ખરીદી જોવા મળી હતી, જે ગઈકાલના સેલઓફ પછી સારી રિકવરી દર્શાવે છે, જેનું મુખ્ય કારણ અદાણી ઈશ્યુ હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, TCS, ICICI બેન્ક, ITC અને SBI જેવા મુખ્ય શેરોએ સારો ફાયદો નોંધાવ્યો હતો, જેના કારણે બજારના બેન્ચમાર્કમાં વધારો થયો હોવાનું નિષ્ણાતો માને છે કે ટેકનિકલ પરિબળોને કારણે નહીં પરિબળો, કારણ કે બજારને આગળ ધકેલવા માટે નવા, સકારાત્મક ટ્રિગર્સનો અભાવ છે.
સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઇન્ટ પર બંધ રહ્યુ
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1961.32 પોઈન્ટ અથવા 2.54 ટકાના વધારા સાથે 79,117.11 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 557.35 પોઈન્ટ અથવા 2.39 ટકાના વધારા સાથે 23,907.25 ના સ્તર પર બંધ થયો હતો.