બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન-ડીનરનું કરાયું હતુ આયોજન, ભારતીયોએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ Video

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન-ડીનરનું કરાયું હતુ આયોજન, ભારતીયોએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2024 | 2:41 PM

દેશભરમાં દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો પણ પરદેશમાં દિવાળીની ઉજવણી કરતા હોય છે. બ્રૃહદ ન્યૂયોર્ક સિનિયર્સે દિવાળી સ્નેહ મિલન - ડિનર અને મ્યુઝિકલ નાઈટ ક્વીન્સનું આયોજન કરવામાં આવ્યુ છે.

દેશભરમાં દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે, પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો પણ પરદેશમાં દિવાળીની ઉજવણી કરતા હોય છે. બ્રૃહદ ન્યૂયોર્ક સિનિયર્સે દિવાળી સ્નેહ મિલન – ડિનર અને મ્યુઝિકલ નાઈટ ક્વીન્સનું આયોજન કર્યુ હતુ.

સામાજિક અને રાજકીય નેતાઓ કાર્યક્રમમાં રહ્યાં હાજર

અમેરિકાના ન્યૂયોર્કના હિન્દુ ટેમ્પલ ઓડિટોરિયમ ખાતે 16 નવેમ્બર 2024ના રોજ દિવાળી સ્નેહ મિલન – ડિનરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્રિ – રાજ્ય વિસ્તારમાંથી લગભગ 700 જેટલા મહેમાનો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય નેતાઓ પણ હાજર રહ્યાં હતા. જેમાં મુખ્ય અતિથિ પ્રેમ ભંડારીજી,ડેપ્યુટી કોન્સલ જનરલ ડૉ. વરુણ જેફ અને મોહન નન્નાપાનેનીએ હાજરી આપી હતી.

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સના પ્રમુખ અજય એસ. પટેલના જણાવ્યા અનુસાર સામાજિક અને રાજકીય નેતાઓએ સમય કાઢીને દિવાળી સ્નેહ મિલન – ડિનરના કાર્યક્રમમાં હાજરી આપતા તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોએ ડિનરની સાથે ગરબાની મોજ પણ માણી હતી.

g clip-path="url(#clip0_868_265)">