Panchmahal : ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી, જુઓ Video
પંચમહાલ જિલ્લાના ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ચાર વર્ષ પહેલા પાંચ લાખના ખર્ચે બે તાલુકાના ગામોને જોડતા કોઝવેને બનાવાયો હતો.
પંચમહાલ જિલ્લાના ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ચાર વર્ષ પહેલા પાંચ લાખના ખર્ચે બે તાલુકાના ગામોને જોડતા કોઝવેને બનાવાયો હતો. પરંતુ ચોમાસામાં ધોધમાર વરસાદના લીધે બાપોઇ નદીમાં ભારે પૂર આવવાથી કોઝવે ધોવાઈ ગયો અને પુલ પર મોટા ગાબડા પડી ગયા છે.
ભાટપુરા-ભાદરોલી ગામને જોડતો કોઝવે જર્જરીત
કોઝવેમાં મસમોટા ગાબડાઓ પડી જતાં લોકોને બાઈક લઈને પસાર થવું પણ મુશ્કેલી બન્યું છે. કોઝવેના રસ્તા પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થવાથી ખેડૂતો, પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ગામમાં પ્રવેશ કરવા માટે 2થી 3 કિલોમીટર વધારે અંતર કાપી ફરીને આવવું પડે છે. કોઝવેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
Latest Videos