ભારત માલા પ્રોજેક્ટને લઈ 42 ગામના ખેડૂતો ઉતર્યા વિરોધમાં, આત્મહત્યાની આપી ચીમકી, જુઓ વીડિયો
વિકાસની વાતને લઈ સરકાર સતત નવા ડેવલોપમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ભારત માલા પ્રોજેકટ પણ આ જ વિકાસનો એક ભાગ છે. પરંતુ ખેડૂતોની જમીન આ પ્રોજેકટમાં જતી હોવાને લઈ 300 જેટલા ખેડૂતો ગાંધીનગર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
ગાંધીનગરમાં ભારત માલા પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. પ્રોજેક્ટમાં જમીન ન આપવા માટે ખેડૂતો ભેગા થયા છે. 300 જેટલા ખેડૂતોની ગાંધીનગર કલેકટરને આ અંગે ભેગા મળી રજૂઆત કરી છે. ખેડૂતોને જાણ કર્યા વગર સાત બારમાં કાચી નોંધ પાડ્યાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : સરકારી નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી, દોઢ વર્ષ બાદ ઝડપાયો આરોપી
ભારત માલા પ્રોજેકટને અલી લાંબા સમય થી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં પણ આ વિરોધના સૂર ઉઠ્યા છે. ભારત માલા પ્રોજેક્ટમાં ખેડૂત જમીન આપવા તૈયાર નહિ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના 42 ગામના ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે. જમીન બળજબરીથી લેવાશે તો આત્મહત્યાની પણ ચીમકી આપી છે.
Latest Videos