ધોરાજીના ખેડૂતો પર બેવડો માર, માવઠાથી માર સહન કરી રહેલા ખેડૂતોવે હવે બદલાતા વાતાવરણે રડાવ્યા- Video
રાજકોટના ધોરાજીના ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. માવઠાની નુકસાની વેઠી ચુકેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણને કારણે ડબલ માર પડી રહ્યો છે.
કુદરતના કહેર બાદ હવે સતત હવામાનમાં પલટાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.. વાતાવરણમાં સતત ફેર પલટાથી ધોરાજીમાં ડુંગળીના પાકમાં રોગ આવી જતા ખેડૂતોને ફરી આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.. સારા ભાવની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાતાવરણ કર્યું હતુ.. પરંતુ આશા પર પ્રથમ માવઠાએ જ પાણી ફેરવી દીધું કારણ કે ડુંગળીના પાકમાં ફાલ બેસી ગયો ત્યારે કમોસમી વરસાદથી નુકસાન થયું.
જોકે તે બાદ પણ ખેડૂતોએ મહામહેનતે ફરીથી પાકનું ઉછેર કર્યું તો વાતાવરણમાં ફેરફાર થતા ડુંગળીના પાકમાં થીપ્સ અને ચાર્મી નામનો રોગ આવી જતા પાક પીળો પડવા લાગ્યો છે અને સુકાવા લાગ્યો છે. જેને કારણે ઉત્પાદન પર ભારે અસર વર્તાશે. વીઘા દીઠ કુલ 30થી 35 હજારનો ખર્ચ થયો તો બીજી તરફ બજારમાં પણ પૂરતા ભાવ મળી નથી રહ્યાં. હાલ ડુંગળીના 100થી 150 રૂપિયા પ્રતિ મણ ભાવ હોવાથી ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી.