Breaking News: લાલુની લાડલી દીકરી રોહિણીએ છોડી પાર્ટી અને પરિવાર સાથે પણ ફાડ્યો છેડો, આ વ્યક્તિને ગણાવ્યો જવાબદાર નમસ્તે!
બિહારની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જ લાલુપ્રસાદ યાદવના પરિવારનો કકળાટ ફરી સપાટી પર આવ્યો છે, પહેલા તેજ પ્રતાપ યાદવે લાલુ પરિવાર સાથે તમામ સંબંધો કટ કર્યા હવે દીકરી રોહિણીએ પણ રાજનીતિ છોડવાની અને લાલુ પરિવાર સાથે તમામ સંબંધો તોડવાની X પોસ્ટ કરીને જાણ કરી છે.

લાલુ પ્રસાદ યાદવને જે લાડલી દીકરી રોહિણીએ કિડની આપી હતી, એ જ રોહિણીએ હવે રાજનીતિ છોડવાની અને તેના પરિવાર સાથે સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ પહેલા તેજ પ્રતાપ યાદવે પણ પરિવાર અને આરજેડી સાથે તમામ સંબંધો તોડવાની વાત કરી ચુક્યો છે. આ બંને ભાઈ બહેને તેજસ્વીના સૌથી વિશ્વાસુ સંજય યાદવ અને રમીઝને આવુ કરવા માટે જવાબદાર ગણાવ્યો છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના ઐતિહાસિક વિજય બાદ, મહાગઠબંધનમાં અને ખાસ કરીને RJDમાં ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. પક્ષની કારમી હાર પહેલા જ પરિવાર અને સંગઠનમાં મતભેદોની વાતો વહેતી થઈ હતી, પરંતુ ચૂંટણી પરિણામો પછી પરિસ્થિતિ વધુ વણસી ગઈ. 2022 માં લાલુ યાદવને કિડની દાન કરનારી તેમની લાડલી દીકરી રોહિણીએ શનિવારે જાહેરાત કરી કે તે રાજકારણ છોડી દેશે અને તેના પરિવાર સાથેના સંબંધો તોડી નાખશે.
2024 ની લોકસભા ચૂંટણી સાથે રાજકારણમાં પ્રવેશ કરનાર રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે તે બધી ભૂલો અને તમામ આરોપો પોતાના પર લઈ રહી છે, જેવુ સંજય યાદવ અને રમીઝે તેને આવુ કરવા માટે કહ્યુ હતુ. તે એમ જ કરી રહી છે.તે હવે રાજકારણ છોડી રહી છે અને તેના પરિવાર સાથેના સંબંધો તોડી રહી છે.
લાલુ પરિવારમાં સંજય યાદવ પ્રત્યે રોષ?
ખરેખર, લાલુ પરિવારના બે સભ્યો, તેજ પ્રતાપ અને રોહિણીએ ખુલ્લેઆમ સંજય યાદવ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. એવો આરોપ છે કે તેજ પ્રતાપ યાદવને આરજેડીમાંથી હાંકી કાઢવા માટે સંજય યાદવ જવાબદાર હતા. તેજ પ્રતાપે ખુલ્લેઆમ સંજય યાદવને આ માટે જવાબદાર ઠેરવ્યા છે અને વારંવાર તેમને “જયચંદ” કહીને તેમની ટીકા કરી છે. હવે, રોહિણી આચાર્ય પણ આ જ સૂરમાં બોલતી દેખાઈ રહી છે. અગાઉ, રોહિણી યાદવે તેજસ્વી યાદવની “બિહાર અધિકાર યાત્રા” બસની આગળની સીટ પર સંજય યાદવ બેસવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
આખરે કોણ છે સંજય યાદવ?
આ જ કારણ છે કે હવે પ્રશ્ન એ ઉભો થાય છે: સંજય યાદવ કોણ છે, જેણે લાલુ પરિવારમાં આટલો મોટો હોબાળો મચાવ્યો છે?
સંજય યાદવ મૂળ હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી છે. એક તેજસ્વી શિક્ષણશાસ્ત્રી તરીકે ઓળખાતા સંજય પાસે કમ્પ્યુટર સાયન્સમાં એમ.એસસી. અને એમબીએ છે. તેમની પાસે મેનેજમેન્ટ, ડેટા એનાલિસીસ અને રણનીતિ ઘડવાની મજબૂત પકડ છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તેમનો ઉચ્ચારણ સ્પષ્ટપણે હરિયાણવીને પ્રતિબિંબિત કરે છે, પરંતુ બિહારના રાજકારણમાં તેમનો પ્રભાવ અને તેનો હસ્તક્ષેપ કોઈ દિગ્ગજથી ઓછો નથી.
દિલ્હીમાં થઈ તેજસ્વી સાથે મિત્રતા
અહેવાલો અનુસાર, સંજય અને તેજસ્વી લાંબા સમયથી મિત્રતા ધરાવે છે. તેઓ પહેલી વાર દિલ્હીમાં મળ્યા હતા. એવું કહેવાય છે કે તેઓ સાથે ક્રિકેટ રમતા હતા. 2012 થી, સંજય યાદવની આરજેડીમાં સંડોવણી ધીમે ધીમે વધતી ગઈ, કારણ કે તેજસ્વીએ રાજકીય બાબતોમાં તેમની સલાહ લેવાનું શરૂ કર્યું. બસ, ત્યારથી સંજય યાદવે નોકરી છોડી દીધી અને તેજસ્વીની પાર્ટીમાં ફુલ ટાઈમ જોડાઈને કામ કરવાની ઓફર સ્વીકારી. તેમણે 2015 ની બિહાર ચૂંટણીથી પાર્ટી માટે કામ કરવાનું શરૂ કર્યું. આજે, તેઓ તેજસ્વીના રાઇડિંગ હેન્ડ તરીકે પણ ઓળખાય છે. RJD એ 2024 માં સંજય યાદવને રાજ્યસભામાં મોકલ્યા.
2025 ની ચૂંટણીમાં સંજય યાદવની મુખ્ય ભૂમિકા રહી
આ વિધાનસભા ચૂંટણીમાં સંજય યાદવની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બેઠકોની વહેંચણીથી લઈને સોશિયલ મીડિયા સુધી, RJD ની રણનીતિમાં તેમની હાજરી મહત્વપૂર્ણ હતી. તેજસ્વીએ વિવિધ ચૂંટણી સભાઓ અને ગઠબંધન વાટાઘાટોમાં સંજયને પોતાની સાથે રાખ્યા હતા. સંજય યાદવનો ટિકિટ ફાળવણીમાં નોંધપાત્ર પ્રભાવ હોવાનું કહેવાય છે, અને તેમની સલાહના આધારે ઘણા નિર્ણયો લેવામાં આવતા હતા, જેના કારણે પાર્ટીમાં તીવ્ર વિરોધ થયો હતો. આ જ કારણ છે કે પાર્ટીના ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સંજયને કારણે તેમની ટિકિટ કાપવામાં આવી હતી.
