અંબાજીમાં માતાજીના ચરણોમાં સોનાથી તૈયાર કરેલ ઘરના પ્રતિકની ભેટ મુંબઈના ગુજરાતી પરિવારે ધરી

અંબાજીમાં માતાજીના ચરણોમાં સોનાથી તૈયાર કરેલ ઘરના પ્રતિકની ભેટ મુંબઈના ગુજરાતી પરિવારે ધરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2023 | 6:02 PM

પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તો દ્વારા નિયમીત સુવર્ણ દાન આપવામાં આવતુ રહે છે. મુંબઈના એક પરિવારે પોતાનુ ઘર થાય એ માટે માનતા રાખી હતી. જે માનતા પૂર્ણ કરવા માટે તેઓએ માતાજીના ચરણોમાં સોનામાંથી તૈયાર કરેલ ઘરના પ્રતિકની ભેટ ધરી હતી. પરિવારને મુંબઈમાં પોતાનુ બે મજલાનુ ઘર માતાજીના પ્રાર્થના કર્યા બાદ તૈયાર થયુ હતુ.

માઈ ભક્તો શ્રીફળ અને રોકડ રકમ સહિતની ભેટ ધરતા હોય છે, પણ એક શ્રદ્ધાળુએ ભેટ ધર્યુ સોનાનુ ઘર. શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ધરાવે છે. મુંબઈના એક ગુજરાતી પરિવારે અંબાજી માતાજીની માનતા રાખી હતી. મુંબઈના પરિવારે પોતાનુ બે માળનુ ઘર થાય એ માટે થઈને માનતા માની હતી. જે માનતા પૂર્ણ થતા તેઓએ અંબાજી મંદિરમાં ઘરના પ્રતિક રુપ સોનામાંથી તૈયાર કરીને માતાજીના ચરણોમાં અર્પણ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, 25 લાખના જથ્થા સાથે એકની ધરપકડ

ભેટ અર્પણ કરવા માટે મુંબઈથી આવેલા ફાલ્ગુની બેને કહ્યુ હતુ કે, તેમણે ઘરની માનતા રાખી હતી. માતાજીના આશીર્વાદથી આલીશાન ઘર મુંબઈમાં પોતાનુ બની ચુક્યુ છે. માતાજીની કૃપાથી પોતાનુ બે મજલાનુ મકાન તૈયાર થઈ જતા બાધા પૂર્ણ કરવા માટે ફાલ્ગુની બેન અંબાજી આવ્યા હતા. તેઓએ એક લાખ રુપિયા કરતા વધારે કિંમતથી તૈયાર કરેલ સોનાના ઘરનુ પ્રતિક તૈયાર કરીને માતાજીની અર્પણ કર્યુ હતુ. અંબાજી માતાના મંદિરે ભક્તો નિયમીત રુપે સોના અને ચાંદીનુ દાન કરે છે. અહીં મોટા પ્રમાણમાં સોનાનુ દાન ભક્તોએ કર્યુ છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 01, 2023 06:00 PM
g clip-path="url(#clip0_868_265)">