Banaskantha Video : અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્ત સાથે ઠગાઈ, વેપારીએ ખોટો ચાંદીનો સિક્કો પધરાવ્યો

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી મા અંબાના દર્શન અર્થે આવતા હોય છે. ત્યારે કેટલીક વાર તેમના સાથે છેતરપિંડીની ઘટના બનતી હોય છે. આવી જ છેતરપિંડીની ઘટના ચેન્નાઈથી આવેલા ભક્ત સાથે થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2024 | 2:28 PM

શક્તિપીઠ અંબાજી ધામમાં દેશભરમાંથી માતાના ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે દરેક ભક્તની ભાવના હોય છે કે તેઓ માતાને ચૂંદડી, પૂજાપો કે ચાંદીના આભૂષણ અર્પણ કરે. પરંતુ કેટલાક લેભાગુ તત્વોએ ભક્તોની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને તેને છેતરવાનું કામ કરતા હોય છે. આવો એક કિસ્સો ફરીવાર સામે આવ્યો છે.

ચેન્નઈથી દર્શન માટે અંબાજી આવેલા ભક્તને કડવો અનુભવ થયો છે. અંબાજી આવેલા ભક્તે દુકાનદાર પાસેથી પૂજાનો સામાન, ચાંદીનો સિક્કાની ખરીદી કરી હતી. વેપારીએ ભક્ત પાસેથી મોટુ મસ બિલ લઈને નકલી ચાંદીનો સિક્કો પધરાવી દીધો હતો. મંદિરના પ્રવેશ દ્વાર નજીક ચકાસણી કરતા ભક્તને ખબર પડી કે તેની સાથે વેપારીએ છેતરપિંડી કરી છે.

મંદિરમાં દર્શન માટે આવતા ભાવિકો છેતરાય ત્યારે ભાવિકોની પણ લાગણી દુભાતી હોય છે. ત્યારે બનાસકાંઠા મંદિરના વહિવટદારે આવી છેતરપિંડી કરનારા તત્વોને ચેતવણી આપતા કહ્યું કે ભક્તો સાથે છેતરપિંડી કરનારાઓને છોડવામાં નહીં આવે. આવી છેતરપિંડી કરનારા સામે આકરા પગલા લેવાશે. ચેન્નઈના ભક્ત સાથે છેતરપિંડી કરનાર દુકાનદાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વેપારીની અટકાયત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">