AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GCAS પોર્ટલમાં સામે આવેલી ખામીને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશમાં ધાંધિયા, ખામી દૂર કરવાની સૂચના અપાઈ હોવાનો સરકારનો દાવો- જુઓ Video

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે તૈયાર કરાયેલા GCAS પોર્ટલને લઈ અનેક ફરિયાદો સામે આવી રહી છે. કોલેજના પ્રથમ વર્ષમાં પહોંચેલા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનથી લઈ પ્રવેશમાં ધાંધિયા છે. વધુ ટકાવાળા પ્રવેશથી વંચિત રહેવા જ્યારે ઓછા ટકાવાળાને પ્રવેશ મળવા, ગર્લ્સ કોલેજમાં બોયઝને પ્રવેશ ફાળવવો. વેરિફિકેશનની સુવિધા ના હોવાના કારણે પ્રથમ વર્ષે જ GCAS પોર્ટલ નિષ્ફળ રહ્યું હોય એવી સ્થિતિ જોવાઇ રહી છે. GCAS પોર્ટલમાં કેવી ખામીઓ છે? સુધારા માટે શુ પ્રયત્નો થઈ રહ્યા છે. જાણો

Narendra Rathod
| Edited By: | Updated on: Jun 28, 2024 | 6:29 PM
Share

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશની પ્રક્રિયા ઝડપી અને પારદર્શિતા પૂર્ણ થાય એ માટે આ વર્ષે કોમન એડમિશન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ)  તૈયાર કરાયું છે. આ પોર્ટલથી પ્રક્રિયા તો ઝડપી નથી બની પરંતુ વધારે પેચેદી અને લાંબી થતી જોવા મળી રહી છે. શરૂઆતમાં જે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એમને બાદમાં યુનિવર્સીટીની વ્યવસ્થા વાળા પોર્ટલ પર પુનઃ રજિસ્ટ્રેશન કરાવવાનું કહેવામાં આવતા અનેક વિદ્યાર્થીઓ પુનઃ રજિસ્ટ્રેશન ના કરાવી શક્યા.

પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવાના બદલે એક રાઉન્ડ 6 દિવસ જેટલા લાંબા ચાલતા ટાઈમ ટેબલ મુજબ પ્રક્રિયા પૂર્ણ ના થઇ શકી અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સત્રની શરૂઆત 24 જૂનથી કરવાની હતી એ સમયે હજી પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પણ પૂર્ણ નથી થઈ શકી. આ સિવાય વેરિફિકેશનની યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે સમય બગડી રહ્યો છે. જ્યાં એક તરફ પ્રાઇવેટ યુનિવર્સીટીઓના શૈક્ષણિક સત્ર શરૂ થવા પર છે ત્યાં સરકારી યુનિમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ ના થઇ શકતા વિદ્યાર્થી સંગઠનો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા પોર્ટલ લાવ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે.

GCAS પોર્ટલ પર કેવા ધંધિયા ?

અમદાવાદમાં રહેતા ધ્વનિત ખત્રી નામના વિદ્યાર્થીએ ધોરણ 12માં 79.73 ટકા મેળવ્યા છે. ધ્વનિતે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવીને એલ. ડી આર્ટસ કોલેજમાં BA વિથ પોલિટિકલ સાયન્સ પસંદ કર્યું હતું. GCAS પોર્ટલ મેરીટ જાહેર થયું હતું જેમાં ધ્વનિતને એડમિશન મળ્યું ના હોતું. ધ્વનિતે ચેક કરતા કટ ઓફ 75 ટકા અટક્યું છતાં એડમિશન મળ્યું નહોતું. ધ્વનિતે પહેલા નંબર પર જે કોલેજ પસંદ કરી ત્યાંના અટકેલા મેરીટ કરતા વધારે ટકા હોવા છતાં પ્રવેશ ના મળ્યો અને 22 માં નંબરે પસંદ કરેલ કોલેજમાં અંગ્રેજી મીડિયમના બદલે ગુજરાતી મીડિયામમાં પ્રવેશ ફાળવી દેવાયો. જેના કારણે તે પરેશાન થઈ રહ્યો છે.

ABVPએ રાજ્યની તમામ સરકારી યુન. બહાર કર્યા દેખાવ

વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ બહાર દેખાવો કરાયા હતા. જેમાં પણ તેમણે GCAS પોર્ટલ નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓને પડતી સમશયાઓ વર્ણવી હતી. પોર્ટલમાં રજિસ્ટ્રેશન સમયે સ્ત્રી/પુરુષ દર્શાવવામાં ના આવ્યું હોવાના કારણે 375 વિદ્યાર્થીઓને ગર્લ્સ કોલેજમાં પ્રવેશ ફાળવી દેવાયો હતો. સાથે જ વેરિફિકેશન વ્યવસ્થાનો અભાવ હોવાથી પુનઃ રજિસ્ટ્રેશન અને વ્યવસ્થા સુધારની માંગ કરાઈ છે.

ખામી દૂર કરવાની સૂચના અપાઈ હોવાનો સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા દાવો

શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પણ ગઈકાલે જણાવ્યું હતું કે સમયની સાથે વ્યવસ્થામાં સુધાર થશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો. નીરજા ગુપ્તા એ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે મેરીટ વાળા કેટલાક વિદ્યાર્થીઓ રહી ગયા છે જેમનો અન્ય રાઉન્ડમાં સમાવેશ થઈ જશે. સાથે જ GCAS પોર્ટલની ખામીઓ અંગે GIPL ને પણ રજુઆત કરાઈ છે. નવી વ્યવસ્થા હોય ત્યારે આવી સમસ્યા ઊભી થતી હોય છે. ધીરે ધીરે એમાં સુધારા આવશે.

GCAS હોટલની વ્યવસ્થા ઝડપી પ્રક્રિયા માટે લાવવામાં આવી હતી. જો કે GCAS માં રહેલી વિસંગતતાને કારણે પ્રક્રિયા ઝડપી થવાને બદલે ધીમી થતી જોવા મળી રહી છે. જે શૈક્ષણિક સત્ર 24 જૂનથી શરૂ થવાનું હતું તે હજી સુધી થઈ શક્યું નથી અને હજી ક્યારે થશે એ પણ નક્કી નથી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">