રાજકોટમાં કોંગ્રેસના બંધના એલાનને મળ્યુ વેપારીઓનું સમર્થન, સજ્જડ બંધ પાળી અગ્નિકાંડના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ- Video

રાજકોટમાં 25મી મે ના રોજ TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 28 જિંદગીઓ આગમાં ભડથુ થઈ ગઈ. ગુજરાતના સૌથી મોટા દર્દનાક અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે શહેરમાં 12 વાગ્યા સુધીના બંધનું એલાન અપાયુ છે. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધનું સમર્થન કર્યુ છે. વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતી રાજકોટની અનેક બજારોમાં આજે સન્નાટો જોવા મળ્યો હતો

Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 25, 2024 | 1:09 PM

રાજકોટના ગોજારા અગ્નિકાંડની આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અપાયુ છે.બંધના પગલે શહેરના ધર્મેન્દ્ર રોડ પરાબજાર, લાખાજીરાજ રોડ સજ્જડ બંધ રહ્યા હતા. 12 વાગ્યા સુધી વેપારીઓ બંધમાં જોડાયા. લોકોમાં પણ આ અગ્નિકાંડની ઘટના બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે દુકાનો ખુલ્લી છે ત્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ વિનંતિ કરી બંધ કરાવી રહ્યા છે.

બંધને કારણે આજે આ તમામ વિસ્તારો શાંત ભાસી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ખચાખચ ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારો આજે તદ્દન ખાલીખમ જણાયા હતા. કોંગ્રેસના બંધના એલાનને પગલે વેપારીઓ તેમના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. કોંગ્રેસના 12 વાગ્યા સુધીના બંધને વેપારીઓએ સમર્થન આપ્યુ છે અને દુકાનો બંધ રાખી છે. શહેરની મોટાભાગની મોટી-મોટી માર્કેટ સજ્જડ બંધ રહી છે.

વેપારીના જણાવ્યા મુજબ અગ્નિકાંડમાં 25 થી 30 વર્ષના અનેક નાના-નાના દીકરાઓએ જીવ ગુમાવ્યા છે. એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અઢી વાગ્યા સુધી તમામ દુકાનો સ્વયંભુ બંધ રાખવામાં આવશે. ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, બંગડી બજાર, દાણાપીઠ, લાખાજીરાજ રોડ, પરાબજાર સહિતના વિસ્તારોના વેપારીઓએ સજ્જડ બંધ

વહેલી સવારથી જ NSUI યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ શાળા બંધ કરાવવા નીકળ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ શાળા બંધ કરાવવા મામલે ભાજપે રાજકારણ કરવાનો આક્ષેપ મુક્યો. તો કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો કે જે શાળા સાથે ભાજપના હોદ્દેદારો સંકળાયેલા છે તેઓ બંધમાં નથી જોડાયા.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સાબરકાંઠાઃ હરણાવ નદીમાં નવા પાણી આવ્યા, ખીલી ઉઠ્યું પોળો ફોરેસ્ટ, જુઓ
સાબરકાંઠાઃ હરણાવ નદીમાં નવા પાણી આવ્યા, ખીલી ઉઠ્યું પોળો ફોરેસ્ટ, જુઓ
હિંમતનગર અને પ્રાંતિજ આસપાસ વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસ્યો
હિંમતનગર અને પ્રાંતિજ આસપાસ વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસ્યો
હરિદ્વારમાં આ યુવકે પોતાના શર્ટમાં છુપાવી 48 દારૂની બોટલ- Video
હરિદ્વારમાં આ યુવકે પોતાના શર્ટમાં છુપાવી 48 દારૂની બોટલ- Video
સાઉથની અભિનેત્રીએ તેની બીમારી વિશે કર્યો આ ચોંકાવનારો ખૂલાસો- Video
સાઉથની અભિનેત્રીએ તેની બીમારી વિશે કર્યો આ ચોંકાવનારો ખૂલાસો- Video
પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, જુઓ વીડિયો
પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, જુઓ વીડિયો
GCASના ધાંધિયા સામે ABVPએ ગુજરાતભરની યુનિ.માં કર્યા દેખાવો- જુઓ Video
GCASના ધાંધિયા સામે ABVPએ ગુજરાતભરની યુનિ.માં કર્યા દેખાવો- જુઓ Video
પૂર્ણેશ મોદી ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ બની શકેની ચર્ચા-Video
પૂર્ણેશ મોદી ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ બની શકેની ચર્ચા-Video
હિંમતનગરમાં 9 સ્થળો પર GSTના દરોડા, રહેણાંક સ્થળો પર કાર્યવાહી, જુઓ
હિંમતનગરમાં 9 સ્થળો પર GSTના દરોડા, રહેણાંક સ્થળો પર કાર્યવાહી, જુઓ
મોરબીના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ
મોરબીના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ
અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં પડ્યુ વરસાદી ઝાંપટુ
અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં પડ્યુ વરસાદી ઝાંપટુ
g clip-path="url(#clip0_868_265)">