Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણાઃ પતિને લગ્નના 11 વર્ષ બાદ પત્ની ગમતી નથી, ટ્રિપલ તલાક કહેતા ફરિયાદ નોંધાઈ

મહેસાણાઃ પતિને લગ્નના 11 વર્ષ બાદ પત્ની ગમતી નથી, ટ્રિપલ તલાક કહેતા ફરિયાદ નોંધાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 11:54 AM

મહેસાણા શહેરના શોભાસણ વિસ્તારમાં આવેલ સાહિલ ટાઉનશીપમાં રહેતી મહિલાએ તેના પતિ વિરુદ્ધ ટ્રિપલ તલાક મામલે ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિએ લગ્નના 11 વર્ષ બાદ હવે પત્નીને તું ગમતી નહી હોવાનું કહીને ટ્રિપલ તલાક કહી દીધા હતા. જેને લઈ મહિલાએ હવે પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા શહેરમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. 11 વર્ષના લગ્ન જીવન બાદ પતિને પત્ની ગમી નથી રહી. તું ગમતી નહી હોવાનું કહીને પતિએ પત્નીને ટ્રિપલ તલાક કહી સંભળાવ્યા હતા. જેને લઈ શોભાસણ વિસ્તારમાં આવેલ સાહિલ ટાઉનશીપમાં રહેતી મહિલા રિઝવાનાબાનુ મનસુરીએ પતિ ઇમરાનહુસેન મનસુરી સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: વિજયનગરમાં બંધ મકાનમાં 5.75 લાખની ચોરીનો મામલો, સામે આવ્યા CCTV વીડિયો, જુઓ

મહિલાએ ફરિયાદ નોંધાવતા આરોપ મુક્યો હતો કે, પતિ તેને અવારનવાર ત્રાસ ગુજારતો હતો. તેમજ તે અવાર નવાર પિતાના ઘરે જતી રહેવા માટે કહી ત્રાસ આપતો હતો. તો વળી તેની સાસુ પણ પુત્ર એટલે કે પતિનું ઉપરાણું લઈને ત્રાસ ગુજારતી હતી. આ દરમિયાન ગત 25 જાન્યુઆરીએ પત્નીને માર મારીને ત્રણ વાર તલાક તલાક બોલીને ઘર બહાર નિકળી જવા માટે કહ્યુ હતુ. આમ મહિલા રીઝવાનાબાનુએ પતિ અને સાસુ સામે મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ મહેસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">