વિજયનગરમાં બંધ મકાનમાં 5.75 લાખની ચોરીનો મામલો, સામે આવ્યા CCTV વીડિયો, જુઓ

સાબરકાંઠા જિલ્લામાં ચોરીના વધતા જતા પ્રમાણ વચ્ચે વિજયનગરમાં ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. આચાર્ય અને તેમના ભાઈ સહિતના ત્રણ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં તસ્કરોએ 5.75 લાખના સોના અને ચાંદીના ઘરેણાંની ચોરી આચરી હોવાનો ગુનો નોંધાયો હતો.

| Updated on: Feb 03, 2024 | 5:22 PM

વિજયનગર પોલીસે ટોલ ડુંગરીમાં થયેલ ચોરી અંગેનો ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે પ્રયાસ શરુ કર્યા છે. તસ્કરોને ઝડપવા માટે એફએસએલ સહિત ડોગ સ્ક્વોડ અને અન્ય ટીમોની પણ મદદ લઈને તસ્કરોની કડીઓ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઇડર DySP સ્મિત ગોહિલ પણ ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ

DySP ના માર્ગદર્શન હેઠળ તસ્કરોને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે. જે મુજબ CCTV ની તપાસ શરુ કરતા તસ્કરોના ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તસ્કરો નજર આવતા તેમની કડીઓ એકઠી કરવાની શરુઆત કરી છે. સારોલી આદીવાસી સેવાલયમાં ફરજ બજાવતા આચાર્ય ઇશ્વર રામજીભાઈ ગામેતીએ આ અંગેની ફરિયાદ વિજયનગર પોલીસ મથકે નોંધાવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">