આણંદ : ભાજપના યુવા નેતા વિરૂદ્ધ ફરિયાદ મામલે આણંદ DySPએ આપી માહિતી

આરોપીએ આચાર્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ત્યારે મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. દેવેન્દ્રસિંહ પઢીયાર ગ્રામ પંચાયતના પણ સભ્ય છે. ગામના પૂર્વ સરપંચ મનુ પઢીયાર વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. આંકલાવ પોલીસે ભાજપના યુવા નેતા સહિત બે વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2024 | 10:41 PM

આણંદ જિલ્લા ભાજપના યુવા નેતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના સહ કન્વીનર દેવેન્દ્રસિંહ પઢીયાર વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે આણંદ DySPએ માહિતી આપી છે.

ભાજપ નેતા સ્કૂલમાં બાળકોને ભોજન કરાવવા માંગતા હતા, પરંતુ આચાર્યએ સરકારી નિયમોને કારણે ઈન્કાર કર્યો હતો. આરોપીએ આચાર્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ત્યારે મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

દેવેન્દ્રસિંહ પઢીયાર ગ્રામ પંચાયતના પણ સભ્ય છે. ગામના પૂર્વ સરપંચ મનુ પઢીયાર વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. આંકલાવ પોલીસે ભાજપના યુવા નેતા સહિત બે વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો આણંદ: સિંગતેલમાં કોની ઘાલમેલ, કોણે પાડ્યો ખેલ ? TV9 પર તેલ કૌભાંડનો પર્દાફાશ, જુઓ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">